બોલિવૂડની ટોચની અભિનેત્રી પ્રિયંકા ચોપરાને તાજેતરમાં ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક સમ્માન પદ્મશ્રીથી નવાજવામાં આવી છે. એની ખુશી વ્યક્ત કરતાં તેણે જણાવ્યું હતું કે, પદ્મ પુરસ્કાર મળવો એ તો જાણે સપનું સાચું બની ગયું હોય એવું મારી સાથે થયું છે. રાષ્ટ્રીય સન્માન પામવું એ જેવી તેવી વાત નથી. અભિનય ક્ષેત્રે મારી મહેનતનું મને આ સુંદર પરિણામ મળ્યું છે.
અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘દિલ ધડક ને દો’, ‘બાજીરાવ મસ્તાની’ સુધી અને ક્વોટિકો માટેપીપલ્સ ચોઇસ એવોર્ડસ મેળવ્યો અને હવે પદ્મશ્રી. હું મારી લાગણીઓને
શબ્દમાં વ્યક્ત નથી કરી શકતી. મને લાગે છે કે મારું સપનું સાચું થઇ ગયું છે. મને લાગે છે ત્યાં સુધી આ મારી સખત મહેનતનું પરિણામ છે.

