બોલિવૂડની ‘ડિમ્પલ ગર્લ’ પ્રીતિ ઝિન્ટા રવિવારે ૪૧ વર્ષની થઈ છે. ૧૯૯૮માં ફિલ્મ દિલ સેથી બોલિવૂડમાં પોતાની શરૂઆત કરનાર પ્રીતિ ફિલ્મોમાં વિવિધ રોલમાં જોવા મળી છે. પ્રીતિએ હંમેશાં સાથી કલાકારો આમિર ખાન, શાહરુખ ખાન, સલમાન ખાન, ઋતિક રોશન પાસેથી અભિનય માટે પ્રશંસા મેળવી છે. પ્રીતિએ પોતાની આ બર્થ-ડે પર સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો પોસ્ટ કર્યા છે અને લખ્યું છે, ‘આનાથી સારી રીતે બર્થ-ડેની ઊજવણી વિચારી પણ ન શકાય.’ તેની સાથે ફોટોમાં સલમાન, સોહેલ અને બોબી જોવા મળે છે. પ્રીતિએ બેંગલૂરુમાં સીસીએલ ૨૦૧૬માં મિત્રો સાથે જન્મ દિવસ ઉજવ્યો હતો.

