સામગ્રીઃ ૧ કપ - અળશી (ફલેક્સ સીડ્સ) શેકેલી • અડધો કપ - કાળા અને સફેદ તલ શેકેલા
• અડધો કપ - સનફ્લાવર સીડ્સ શેકેલાં • ૧ કપ ગોળ સમારેલો • ૧/૨ ટીસ્પૂન સૂંઠ પાઉડર
રીતઃ એક પેનમાં વારાફરતી અળશી, સફેદ અને કાળા તલ, સનફ્લાવર સીડ્સને શેકી લેવાં. બીજા પેનમાં ગોળને સ્લો ગેસ પર પિગાળવો. એમાં ઉપરની બધી સામગ્રી મિક્સ કરવી. પ્લેટફોર્મ પર તેલ અથવા કોર્નફ્લોર લગાવીને ચીકીના મિશ્રણને પાથરો અને એકદમ પાતળી વણી લો. ગરમ હોય ત્યારે જ કાપા પાડી લો. ચીકી ઠંડી પડ્યા બાદ એરટાઇટ ડબ્બામાં ભરી લો.
નોંધ: સનફ્લાવર સીડ્સની જગ્યાએ ચિયા સીડ્સ, દાળિયા, મગજતરીનાં બી કે અન્ય કોઈ પણ સીડ્સનો ઉપયોગ કરી શકાય છે. (૨) માર્કેટમાં સિલિકોન મેટ મળે છે. એના પર ચીકી પાથરીને વણવાનું વધારે સહેલું છે.

