જીભનો રંગ જણાવે છે તમારા સ્વાસ્થ્યની સ્થિતિ

Wednesday 04th May 2016 06:20 EDT
 
 

નવી દિલ્હીઃ આપણા સ્વાસ્થ્યની સ્થિતિ કેવી છે તે આપણે આપણી જીભના રંગ પરથી જાણી શકીએ છીએ. સર્ટિફાઇડ ડોક્ટરો કે અનુભવી ડોક્ટરો આપણી જીભ જોઇને આપણે કેટલા સ્વસ્થ્ય છીએ અથવા કેટલા બીમાર છીએ તે પણ જાણી શકે છે. આ સાથે જ જીભ પરના પડના રંગ દ્વારા એ પણ જાણી શકાય છે કે લોકોને કઇ બીમારી થઇ શકે છે. એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે કે, સ્વસ્થ અને બીમાર માણસને તેની જીભ દ્વારા સમજી શકાય છે. આ અંગે કેટલાક સંકેત આપવામાં આવ્યા છે.
૧) સ્વસ્થ જીભ: સ્વસ્થ જીભ સામાન્ય ગુલાબી રંગની હોય છે અને વધારે પડતી લાડ ટપકાવતી નથી તથા તેમાં ડાઘ-ધબ્બાં વધારે હોતા નથી.
૨) જીભ પર જાડું સફેદ પડ: પાચન ક્રિયામાં ખરાબી, ગેસ અને શારીરિક ખરાબીના સંકેત છે. આ જીભ દર્શાવે છે કે વ્યક્તિને વાઇરલ ઇન્ફેક્શન પણ હોઇ શકે છે.
૩) જીભ પર જાડું પીળું પડ: શરદી, વાઇરલ ઇન્ફેક્શન, શરીરમાં વધારે ગરમીનું પ્રમાણ હોવાનો સંકેત. આંતરડામાં તકલીફ અને પાચનક્રિયામાં મુશ્કેલીના સંકેત આપે છે.
૪) ચમકતી લાલ જીભ: તાવ, લોહીમાં વધારે ગરમીના સંકેત. આંતરિક ઇજા અથવા ઇન્ફેક્શન હોઇ શકે છે.
૫) સામાન્ય પીળી જીભ: લોહીમાં ઊણપ, ન્યૂમોનિયા, નબળાઇ, આંતરડામાં સોજા, ઓછી ઊંઘ આવવી, થાકના સંકેત છે.
૬) વાદળી જેવી થઇ જવી: વિટામિન-બીની ઉણપ, શરીરમાં દુખાવો અને સોજો, મહિલાઓમાં આ વધારે દુખાવાના સંકેત છે. આ ઉપરાંત દવાઓની આડઅસરથી પણ આવો રંગ થઇ શકે.
૭) આગળનો ભાગ લાલ થઇ જવો: શારીરિક કમજોરી ઉપરાંત માનસિક પરેશાનીના સંકેત, મહિલાઓમાં મેનોપોઝના સંકેત.
૮) બંને બાજુના ભાગ લાલ થવા: વધારે આલ્કોહોલ, મસાલેદાર ભોજનથી આંતરડામાં તકલીફના સંકેત.
૯) જીભ પર સફેદ ડાઘ: શરીરમાં ઘણા પ્રકારના ઇન્ફેક્શન, આના કારણે વધુ પરસેવો પણ છૂટી શકે છે.


comments powered by Disqus