સંસ્થા સમાચાર

સંસ્થા સમાચાર

Wednesday 04th May 2016 08:05 EDT
 

• શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે સદાવ્રત દરરોજ બપોરના ૧થી ૨ સુધી, દર ગુરુવારે જલારામ ભજન સાંજના ૬.૩૦થી રાત્રિના ૧૦ સુધી અને દર શનિવારે ૨૧ હનુમાન ચાલીસા સવારના ૧૦ થી બપોરના ૧. દરેક કાર્યક્રમમાં પ્રસાદનો લાભ મળશે. મંદિર દરરોજ સવારના ૭-૩૦થી સાંજના ૭.૩૦ સુધી અને દર ગુરુવારે રાત્રિના ૧૦.૦૦ સુધી ખુલ્લું રહેશે સંપર્કઃ સી. જે. રાભેરૂ 07958 275 222.
• ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર (યુકે) દ્વારા ગુજરાતના વિખ્યાત લોકગીત – ગાયક કલાકાર શ્રી હેમંતભાઇ ચૌહાણ તેમજ તેમના સુપુત્રી ગીતાબેન ચૌહાણના લોકગીત, ડાયરા, ગીત સંગીત, કિર્તન-સત્સંગના કાર્યક્રમોનું શાનદાર આયોજન આગામી તા. ૩ જૂન ૨૦૧૬થી તા. ૨૦મી જૂન ૨૦૧૬ દરમિયાન યુકેના વિવિધ શહેરો-નગરોમાં કરવામાં આવનાર છે. કાર્યક્રમની વધુ માહિતી તેમજ કાર્યક્રમના આયોજન માટે સંપર્ક: 020 8426 0678.
• શ્રી જલારામ મંદિર, ગ્રીનફર્ડ દ્વારા વોડ્ઝવર્થ રોડ, પેરિવેલ નવા મંદિર અને કોમ્યુનિટી સેન્ટરનું કામચલાઉ સ્થળાંતર કરાયું છે. રોજ બપોરના ૧થી ૨.૩૦ સદાવ્રત, ભજન રોજ સાંજે ૬.૩૦થી રાત્રે ૮ અને ગુરુવારે રાત્રે ૧૦.૩૦ સુધી. સોમવાર અને બુધવાર સવારે ૧૧.૩૦થી બપોરે ૧ લેડીઝ એક્ટિવિટી, શુક્રવારે રાત્રે ૮થી ૯-૩૦ ભજનના મફત વર્ગો અને શનિવારે સવારે ૧૧થી ૧-૩૦ દરમિયાન ૨૧ હનુમાન ચાલીસા તેમજ દરેક કાર્યક્રમ દરમિયાન પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 020 8578 8088.
• ગુજરાતના આદિવાસી બાળકોના શિક્ષણ માટે કાર્ય કરતા પ્રાયોષા પ્રતિષ્ઠાનના લાભાર્થે 'કીપ અલાઇવ યુકે' દ્વારા હિન્દી ફિલ્મના ક્લાસિકલ ગીતોના ગીત સંગીત કાર્યક્રમનું આયોજન શનિવાર તા. ૨૮-૫-૧૬ના રોજ સાંજે ૭ કલાકે એલિયેટ હોલ, હેરો આર્ટ્સ સેન્ટર, અક્ષબ્રિજ રોડ HA5 4EA ખાતે (સંપર્ક: 020 8416 8989) તેમજ રવિવાર તા. ૨૯-૫-૧૬ના રોજ સાંજે ૬ કલાકે ધ કોમ્પ્ટન સ્કૂલ, સમર્સ લેન, નોર્થ ફિંચલી, N12 0QG ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: સ્મિતાબેન 07940 071 063.
• શ્રી ગોવર્ધનનાથજીની શુદ્ધ પુષ્ટમાર્ગીય હવેલી, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે હવેલી દરરોજ સવારના ૭.૩૦થી સાંજના ૭.૩૦ સુધી ખુલ્લી રહેશે. રાજકોટ હવેલીમાં ૨૫ વર્ષથી સેવા આપતા નવા મુખિયાજી બાલુભાઇ ત્રિવેદી ચુસ્ત પુષ્ટિમાર્ગીય નિયમો અનુસાર દૈનિક આરતી અને ભોગનો લાભ આપશે. સંપર્કઃ સી. જે. રાભેરૂ 07958 275 222.
• પુષ્ટિમાર્ગીય પરિષદ દ્વારા શ્રી વલ્લભ પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કેનન હાઈસ્કૂલ, શાલ્ડન રોડ, એજવેર, HA8 6AN ખાતે તા. ૮-૫-૨૦૧૬ને રવિવારે બપોરે ૩ થી ૭ સુધી કથા તથા આમ (કેરી)ના સુંદર મનોરથનું આયોજન કરવામાં આવેલ છે. સંપર્કઃ સુરેશભાઈ કોટેચા 020 8900 1300
• ગુર્જર હિંદુ યુનિયન, યુકે અને વિશ્વ કલ્યાણ મિશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પૂ. ચિન્મયાનંદ બાપુ (હરિદ્વાર)ની શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન ગુર્જર હિંદુ યુનિયન, એપલ ટ્રી સેન્ટર, આઈફિલ્ડ એવન્યુ, ક્રોલી, RH11 0AF ખાતે તા. ૧૪ મે શનિવારથી તા. ૨૨ મે રવિવાર દરમિયાન બપોરે ૩ થી સાંજના ૬ દરમિયાન કરવામાં આવ્યું છે. ૧૪મી મે બપોરે ૧ વાગે પોથી યાત્રા, ૨૧ મેએ શ્રી યમુના લોટીજી ઉત્સવ અને ૨૨ મે ૧૦૮ કુંડી વિષ્ણુયજ્ઞનું આયોજન કરાયું છે. સંપર્કઃ નીશા દીદી + 07930 271 934 અથવા 07581 710 197
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા.૮-૫-૨૦૧૬ રવિવાર સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન, સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરવામાં આવ્યું છે. સૌને ભોજન પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર ઉમાબહેન વાધવાણી અને પરિવાર છે. સંપર્ક. 020 8459 5758/ 07973 550 310


comments powered by Disqus