• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા. ૯-૧૦-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમ્યાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર મીનાબેન સવાણી અને પરિવાર છે. સંપર્ક. 020 8459 5758/ 07973 550 310
• રાધાકૃષ્ણ ટેમ્પલ, બાલમ હાઈ રોડ, લંડન SW12 9AL દ્વારા દુર્ગાષ્ટમી નિમિત્તે રવિવાર તા.૯-૧૦-૧૬ સવારે ૧૦થી ૧૨ દરમિયાનહવનનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8675 3831
• શિરડી સાંઈબાબા ટેમ્પલ એસોસિએશન ઓફ લંડન (SHITAL) દ્વારા સાંઈબાબાની પુણ્યતિથિ નિમિત્તે લંડન, લંસ્ટર અને રેડિંગના સાંઈ મંદિરોમાં સોમવાર તા.૧૦ સવારે ૯ વાગ્યાથી મંગળવાર તા.૧૧ ઓક્ટોબર સુધી શ્રી સાંઈ સત્ચરિત્ર અખંડ પારાયણ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તા.૧૦ બપોરે ૧૨.૩૦થી તા.૧૧ રાત્રે ૧૧ સુધી મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 020 8902 2311
• શ્રી સંતરામ ભક્ત સમાજ, યુકે દ્વારા રવિવાર તા.૧૬-૧૦-૧૬ બપોરે ૧ વાગે પૂ.નારાયણદાસ મહારાજની ૧૨મી પુણ્યતિથિએ શરદપૂનમ સત્સંગ કાર્યક્રમનું બિશપ ડગ્લાસ રોમન કેથોલિક હાઈસ્કૂલ, હેમિલ્ટન રોડ, ઈસ્ટ ફિંચલી, લંડન N2 0SG
ખાતે આયોજન કરાયું છે. ગાયક શ્રી સુરેશભાઈ સોલંકી અને તેમનું વાદ્યવૃંદ ભક્તિરસનું પાન કરાવશે.
આરતી બાદ મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. પરેશભાઈ 02089 071 040
• શ્રી જલારામ મંદિર, ગ્રીનફર્ડ દ્વારા શ્રી સનાતન હિંદુ મંદિર, વેમ્બલીથી શ્રી જલારામ મંદિર પેરિવેલ સુધી સ્પોન્સર્ડ ચેરિટી વોકનું રવિવાર તા.૧૬-૧૦-૧૬ સવારે ૧૦ વાગે આયોજન કરાયું છે. વોક બાદ ભજન અને લંચનો કાર્યક્રમ છે. સંપર્ક. 020 8578 8088
• શ્રી ઠાકુર અનુકુલ ચરણદાસ સત્સંગનું શનિવાર તા.૧૫-૧૦-૧૬ સાંજે ૬ વાગ્યાથી વિલિયમ ટોર્બિટ પ્રાઈમરી સ્કૂલ, ન્યુબરી પાર્ક, ઈલફર્ડ, એસેક્સ IG2 7SS ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રાજશ્રી રોય 07868 098775
•••
નવરાત્રિ મહોત્સવના કાર્યક્રમો
• શ્રી સોરઠીઆ પ્રજાપતિ જ્ઞાતિ મંડળ યુકે, દ્વારા આયોજીત નવરાત્રિ મહોત્સવ રવિવાર તા. ૯-૧૦-૧૬ સુધી વેસ્ટ લંડન એકેડમી, બેન્ગાર્થ રોડ, નોર્થોલ્ટ UB5 5LQ ખાતે ચાલશે. સંપર્ક. ઈલેશ યાદવ 07958 980 36
• શ્રી સત્તાવીસ ગામ પાટીદાર સમાજ (યુરોપ) દ્વારા આયોજીત નવરાત્રિ મહોત્સવ મંગળવાર તા.૧૧-૧૦-૧૬ સુધી અને શરદપૂનમના ગરબા બુધવાર તા.૧૨-૧૦-૧૬ના રોજ સત્તાવીસ પાટીદાર સેન્ટર ફોર્ટી એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ HA9 9PEખાતે યોજાશે. સંપર્ક. પ્રફુલ પટેલ 020 8368 2161
• છ ગામ નાગરિક મંડળ (યુકે) દ્વારા આયોજીત નવરાત્રિ મહોત્સવ રવિવાર તા.૯-૧૦-૧૬ સુધી તેમજ શરદપૂનમના ગરબા તા. ૧૪ તથા તા. ૧૫ના રોજ કિંગ્સબરી ગ્રીન સ્કૂલ, ઓલ્ડ કેન્ટન લેન, લંડન NW9 9ND ખાતે યોજાશે. સંપર્ક. જયરાજ ભાદરણવાલા 07956 816 556
• લોહાણા કોમ્યુનિટી ઈસ્ટ લંડન દ્વારા આયોજીત નવરાત્રિ મહોત્સવ સોમવાર ૧૦-૧૦-૧૬ (તા. ૮ સિવાય) સુધી તથા શરદપૂનમના ગરબા શુક્રવાર તા.૧૪-૧૦-૧૬ રાત્રે ૮થી ઓએસીસ બેન્ક્વેટીંગ, થેમ્સ રોડ, બાર્કીંગ IG11 0HZ ખાતે યોજાશે. સંપર્ક. અશોક 07956 450 895
• લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડનના ઉપક્રમે આયોજીત નવરાત્રિ મહોત્સવ સોમવાર ૧૦ ઓકટોબર સુધી અને શરદ પૂનમના ગરબા શુક્રવાર તા.૧૪ ઓકટોબરે ધામેચા લોહાણા સેન્ટર, સાઉથ હેરો, HA2 8AX ખાતે યોજાયા છે. સંપર્ક દિનેશભાઇ સોનછત્રા 07956 810647
• શિવ દર્શન સ્વીટ્સ: નવરાત્રિના તહેવાર દરમિયાન માતાજીના ‘પ્રસાદ’ માટે માવાના પેંડા, કાજુકતરી, વિવિધ જાતની બરફી અને અન્ય મીઠાઈઓ તથા તાજી ફરાળી આઈટમ માટે શિવ દર્શન સ્વીટ્સ, ૧૬૯, અપર ટુટિંગ રોડ, લંડન SW17 7TJનો સંપર્ક કરો. સંપર્ક. 020 8682 5173
• ઈન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા આયોજીત નવરાત્રિ મહોત્સવ સોમવાર ૧૦-૧૦-૧૬ સુધી તથા શરદપૂનમના ગરબા શનિવાર તા.૧૫-૧૦-૧૬ હેરો લેઝર સેન્ટર, ક્રાઈસ્ટચર્ચ એવન્યુ, હેરો, HA3 5BD ખાતે યોજાશે.સંપર્ક. 020 8426 0678
• ઈન્ટરનેશનલ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ (યુકે) દ્વારા આયોજીત નવવિલાસ દાંડિયા રાસ તા.૭-૮ ઓક્ટો, તા. ૯ અને તા.૧૫ ઓક્ટોબર રાત્રે ૮થી ૧૦.૩૦ દરમિયાન વેમ્બલી પ્રાઈમરી સ્કૂલ, ઈસ્ટ લેન, વેમ્બલી HA9 7NN ખાતે યોજાશે. સંપર્ક. સુરેશ કોટેચા 02089 009 000
• પીજ યુનિયન (યુકે) ટ્રસ્ટ, લંડન દ્વારા આયોજીત નવરાત્રિ ગરબા રવિવાર તા. ૯-૧૦-૧૬ સુધી તથા શરદપૂનમના ગરબા તા. ૧૫-૧૦-૧૬ રાત્રે ૮થી ૧૧ દરમિયાન ઓશવાલ મહાજનવાડી, કેમ્પબેલ રોડ, ક્રોયડન, સરે CR0 2SQ ખાતે યોજાશે. સંપર્ક. જે આર પટેલ 01689 821 922
• ઈસ્ટ લંડન અને એસેક્સ બ્રહ્મ સમાજ દ્વારા નવરાત્રિ મહોત્સવ અંતર્ગત ગરબા સોમવાર ૧૦ ઓક્ટોબર સુધી તથા શરદપૂનમના ગરબા તા.૧૫-૧૦-૧૬ વાનસ્ટેડ હાઈસ્કૂલ, રેડ બ્રીજ લેન (વેસ્ટ) લંડન E11 2JZ ખાતે યોજાશે. સંપર્ક. સુભાષ ઠાકર 07977 939 457
• કરમસદ સમાજ યુકે દ્વારા નક્ષત્ર, સ્નેકી લેન, ફેલ્ધામ TW13 7NA ખાતે આયોજીત નવરાત્રિ મહોત્સવ અતર્ગત મંગળવાર તા.૧૧-૧૦-૧૬ સુધી અને શરદપૂનમે તા.૧૫-૧૦-૧૬ ગરબા યોજાશે. સંપર્ક. મહેન્દ્રભાઈ 07956 458 872
• સરે ગુજરાતી હિંદુ સોસાયટી દ્વારા નવરાત્રિ ઉત્સવમાં રવિવાર તા.૯-૧૦-૧૬ સુધી તેમજ શરદપૂનમે તા.૧૫-૧૦-૧૬ સાંજે ૭.૩૦થી રાત્રે ૧૧ દરમિયાન નોર્બરી મેનોર બિઝનેસ એન્ડ એન્ટરપ્રાઈઝ કોલેજ ફોર ગર્લ્સ, કેન્સિંગ્ટન એવન્યુ, સરે CR7 8BT ખાતે ગરબા થશે. સંપર્ક. ભાવનાબેન 020 8 684 4645
• શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી (SKLP) (યુકે) દ્વારા યુરોપના સૌથી મોટા નવરાત્રિ મહોત્સવમાં મંગળવાર તા.૧૧-૧૦-૧૬ સુધી તેમજ શરદપૂનમને તા.૧૪ તથા તા.૧૫ સાંજે ૭.૩૦થી રાત્રે ૧૧ દરમિયાન ગ્રાન્ડ માર્કી, ઈન્ડિયા ગાર્ડન્સ, વેસ્ટ એન્ડ રોડ, નોર્થોલ્ટ, મીડલસેક્સ UB5 6RE ખાતે ગરબા યોજાશે. સંપર્ક. 02087 125 985
• મિલન ગ્રૂપ વેલિંગ્ટન દ્વારા નવરાત્રિ મહોત્સવ સોમવાર ૧૦-૧૦-૧૬ સુધી તથા શરદપૂનમને શનિવાર તા. ૧૫-૧૦-૧૬ના રોજ ધ સેન્ટર, મિલ્ટન રોડ, વેલિંગ્ટન SM6 9RP ખાતે ગરબા યોજાશે. સમય તા.૯ બપોરે ૨થી ૫ તથા બાકીના દિવસોએ બપોરે ૧૨થી ૩ રહેશે. સંપર્ક. કાંતિભાઈ 020 8669 5014
• મા કૃપા ફાઉન્ડેશન અને શ્રી સોરઠીયા વણિક એસોસિએશન દ્વારા નવરાત્રિ ૨૦૧૬ અંતર્ગત સોમવાર તા.૧૦-૧૦-૧૬ સુધી સાંજે ૭.૩૦થી૧૦.૩૦ દરમિયાન કેનન્સ સ્કૂલ, શેલ્ડન રોડ, એજવેર HA8 6AN ખાતે ગરબા યોજાશે. સંપર્ક. સુધા માંડવિયા 07956 815 101
• નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા નવરાત્રિ રાસ-ગરબા અંતર્ગત સોમવાર તા.૧૦-૧૦-૧૬ સુધી અને શરદપૂનમને તા.૧૫-૧૦-૧૬ રાત્રે ૮થી ૧૧ દરમિયાન NAPS સમાજ હોલ, ટુટિંગ હાઈ સ્ટ્રીટ, લંડન SW17 0RG ખાતે ગરબા યોજાશે. સંપર્ક. પ્રવિણભાઈ અમીન 8337 2873
• શ્રી બાવીસ ગામ પાટીદાર સમાજ (યુકે) દ્વારા નવરાત્રિ મહોત્સવ અંતર્ગત મંગળવાર તા.૧૧-૧૦-૧૬ સુધી અને શરદપૂનમને શનિવાર તા.૧૫-૧૦-૧૬ના રોજ સાંજે ૭.૩૦થી રાત્રે ૧૧ દરમિયાન ચાકહીલ પ્રાઈમરી સ્કૂલ, બાર્નહિલ રોડ, વેમ્બલી HA9 9YP ખાતે ગરબા યોજાશે. સંપર્ક. અશ્વિનભાઇ 07828 213 772
• શ્રી નાથજીની હવેલી - શ્રી પુષ્ટી માર્ગીય હવેલી WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW દ્વારા નવરાત્રિ મહોત્સવ મંગળવાર તા.૧૧ ઓક્ટોબર સુધી ચાલશે. શરદપૂર્ણિમા (રાસોત્સવ) શનિવાર ૧૫મી ઓક્ટોબર સાંજે ૬થી ૭ શયન દરમ્યાન ઉજવવામાં આવશે. સંપર્ક: જી. મશરૂ - 07956 863 327
• કલાની સેવા દ્વારા નવરાત્રિ મહોત્સવમાં ગરબા મંગળવાર તા.૧૧-૧૦-૧૬ સુધી અને શરદપૂનમે શનિવારે તા. ૧૫-૧૦-૧૬ ઓકિંગ્ટન મેનોર સ્કૂલ સ્પોર્ટ્સ હોલ, ઓકિંગ્ટન મેનોર ડ્રાઈવ, વેમ્બલી, મીડલસેક્સ HA9 6NF ખાતે ગરબા યોજાશે.
• રેડબ્રીજ ગુજરાતી વેલ્ફેર એસોસિએશન (RGWA) દ્વારા નવરાત્રિ મહોત્સવમાં સોમવાર તા.૧૦-૧૦-૧૬ સુધી તથા શરદપૂર્ણિમાના ગરબા સોમવાર તા.૧૭-૧૦-૧૬ બપોરે ૧૨થી ૪ ઈલફર્ડ લેન, ઈલ્ફર્ડ, એસેક્સ IG1 2JNખાતે યોજાશે. સંપર્ક. 020 82 70 2303
