આપણા દેશમાં સિનેમા અને ક્રિકેટ બંને પ્રત્યે જબરદસ્ત ઘેલું જોવા મળે છે. તાજેતરમાં રજૂ થયેલી બહુચર્ચિત ‘એમ એસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’ વિશે વિવેચકોએ જણાવ્યું હતું કે, ધોનીના પ્રશંસકોને આ ફિલ્મના અનેક કિસ્સા નવા નહીં લાગે. કેમ કે, તેમાં ‘અનટોલ્ડ’ જેવું કશું નથી. હા સુશાંતિસંહ રાજપૂતે જે રીતે ધોનીના પાત્રને જીવંત બનાવ્યું છે તે જરૂરથી ધ્યાન ખેંચે તેવું છે. સાક્ષી સાથેના પ્રણયાત્મક દૃશ્યો દર્શકોને મનોરંજન પૂરું પાડે છે. ધોનીની કથાને સિનેમાની દૃષ્ટિએ જોઈએ તો તે એક બહેતરીન ફિલ્મની શ્રેણીમાં આવી શકે. વાર્તાની દૃષ્ટિએ ફિલ્મ દર્શકની રસ રુચિને જાળવી રાખે તેવી છે. આ ફિલ્મ ધોનીથી જોડાયેલા દરેક એવા પાસાને રજૂ કરે છે કે જરૂરી છે. ટીમ સાથેના ધોનીના સંબંધો અને કારકિર્દીના કોઈપણ વળાંક પર લીધેલા નિર્ણયો પાછળનો ઉદ્દેશ કે મનોસ્થિતિ પર જોકે વધુ પ્રકાશ ફેંકવામાં આવ્યો નથી.

