યુએસના રાષ્ટ્રપતિ બારાક ઓબામા પોતાના હોદ્દા ઉપરથી પોતાનું અંતિમ ભાષણ ૧૨મી જાન્યુઆરીના રોજ આપશે. તેમના ભાષણમાં પોતાના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન મેળવેલી સિદ્ધિઓનું વર્ણન કરશે. જેમાં ક્યૂબા સાથેના નવેસરથી સંબંધો વિકસાવવા, ઇરાન સાથે ઐતિહાસિક પરમાણુ કરાર સંધિ અને ગ્લોબલ ક્લાઈમેટ ચેન્જ એગ્રિમેન્ટનું વર્ણન કરવામાં આવશે.

