લંડનઃ તાજેતરમાં મળેલી હિંદુ ફોરમ ઓફ યુરોપ (HFE)ની વાર્ષિક સાધારણ સભામાં ડો. લક્ષ્મી વ્યાસ HFEના નવા પ્રમુખ તરીકે ચૂંટાયાં હતાં. ડો. લક્ષ્મી વ્યાસ વિદ્વાન શિક્ષણવિદ છે. તેઓ બ્રિટન આવ્યા અગાઉ મુંબઈની પ્રતિષ્ઠિત એલ્ફિન્સ્ટન કોલેજના પ્રિન્સિપાલ હતાં. હિંદુઈઝમ વિશેનું જ્ઞાન અને યુરોપના હિંદુઓને એક છત્ર હેઠળ લાવીને સંગઠિત કરવાનો ઉદ્દેશ તેમને HFEના વડા તરીકે સૌથી યોગ્ય વ્યક્તિ બનાવે છે. તેઓ Religious Education Council, Ukના પણ સભ્ય છે.
હિંદુ ફોરમ ઓફ યુરોપમાં છ દેશમાંથી સભ્યો છે અને અન્ય બે દેશમાં તેની કામગીરી ચાલી રહી છે. ‘ ઘણાં યુરોપિય દેશોમાં રિલિજિયસ કેટેગરી હેઠળ હિંદુઓને માન્યતા નથી. તેમનો સમાવેશ “others”માં કરાય છે. નવા ચૂંટાયેલા પ્રમુખે જણાવ્યું હતું કે, ‘હિંદુ ફોરમ ઓફ યુરોપ હિંદુઓના અધિકારોનું રક્ષણ કરવા પ્રયાસ કરે છે અને આ દેશોમાં મંદિરોનું સંચાલન કરે છે.’

