માસુમ બાળકની જીંદગી બચાવવા સહાય માટે નમ્ર અપીલ

Wednesday 29th June 2016 06:41 EDT
 
 

લંડનઃ અમદાવાદમાં રહેતો માત્ર ૧૮ મહિનાનો માસ્ટર વેદ રોહીત ગોટેચા થેલેસેમિયા મેજરના રોગથી પીડાય છે. આ માસુમ બાળકની જીંદગી મડ ટ્રાન્સપ્લાન્ટ-બોન મેરો કરવામાં આવે તો જ બચાવી શકાય તેમ છે. ટ્રાન્સપ્લાન્ટ માટે HLA-NMDP REGISTRY(USA) દ્વારા ઉપલબ્ધ થયેલ છે.

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આ બાળકની સારવાર માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી રૂ.૩,૦૦,૦૦૦ની સહાય કરી છે. જોકે, આ ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ ૨૦,૦૦૦ પાઉન્ડ છે. તેનું ટ્રાન્સપ્લાન્ટ ૨૫ જુલાઈ, ૨૦૧૬ સુધીમાં કરાવવું જ પડે તેમ છે. તેના કુટુંબની આર્થિક હાલત નબળી છે અને તેઓ આ ખર્ચને પહોંચી શકે તેમ નથી.

તેથી આ બાળકની સારવાર માટે આર્થિક સહાય પૂરી પાડવા આપ સૌ નાગરિકોને દેવન ચેરિટેબલ ટ્રસ્ટ (UK-USA-INDIA) દ્વારા નમ્ર અપીલ કરવામાં આવે છે. આપ ‘દેવન ચેરિટેબલ ટ્રસ્ટ’ના નામે ચેક લખીને તેમજ રૂપિયા, પાઉન્ડ અથવા ડોલરમાં આપની યથાયોગ્ય સહાય શ્રી પુરુષોત્તમ મજિઠિયા ફ્લેટ ૯, કોર્નરવેઝ, ૧૧૨, સડબરી કોર્ટ રોડ, હેરો મિડલસેક્સ HA1 3SJ ને મોકલી શકો છો. તેમનો ટેલિફોન નંબર 0208 908 6402 અને ઈમેલ [email protected]છે.

જો આપ સીધું જ બેન્ક ટુ બેન્ક ડોનેશન મોકલવા ઈચ્છતા હોવ તો Netwest Bank A/c.No 67587976, Soct Code 60-22-22 Account Name: Devon Charitable Trust (U.K.) માં આપની સહાયની યથાયોગ્ય રકમ જમા કરાવી શકો છો.


comments powered by Disqus