લીલા મગ-પાલકની ખીચડી

Thursday 30th June 2016 05:38 EDT
 
 

સામગ્રીઃ પલાળેલા આખા મગ ૧ કપ • પલાળેલા ચોખા ૧ કપ • પાલકની સમારેલી ભાજી ૧ ઝૂડી • ઘી પાંચ ટેબલસ્પૂન • લવિંગ ૪-૫ નંગ • જીરું ૧ ટીસ્પૂન • હળદર ૧/૪ ટીસ્પૂન • ફણગાવેલાં મગ ૧ કપ • સમારેલા ટામેટાં ૨ નંગ • લીલાં મરચા • ૪ નંગ • છાશ ૪ કપ • ઝીણું પીસેલું લસણ ૪ કળી • ઝીણું પીસેલું આદુ ૧ ટેબલ સ્પૂન • મીઠું સ્વાદ મુજબ

રીતઃ પ્રેશર કૂકરમાં ૧ ટીસ્પૂન ઘી ગરમ કરવા મૂકો. એમાં જીરું અને લવિંગ નાખો. તતડે એટલે એમાં આખા મગ, ચોખા, હળદર, મીઠું અને પાલક નાખી દો. સારી રીતે મિક્સ કરીને ૩-૪ મિનિટ થવા દો. તે પછી તેમાં ફણગાવેલા મગ અને ૩ ટેબલસ્પૂન ઘી ઉમેરો. સમારેલા ટામેટાં, લીલાં મરચાંની લાંબી ચીરીઓ કરીને એમાં ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. આ પછી એમાં છાશ નાખી, હલાવીને ઢાંકણું ઢાંકીને બે સિટી થાય ત્યાં સુધી તેજ આંચ પર થવા દો. આ પછી આંચ ધીમી કરીને બીજી બે સિટી થવા દો. આ પછી ગેસ બંધ કરી દો. ઢાંકણું ખૂલે એટલે હલાવી લો. નોનસ્ટિક પેનમાં બે ટેબલસ્પૂન ઘી ગરમ કરો. એમાં લસણ અને આદુ ઉમેરો. એ બદામી થાય ત્યાં સુધી સાંતળી લો. એને ખીચડીમાં નાખીને મિક્સ કરી લો. ગરમાગરમ પીરસો.


comments powered by Disqus