ચાળીસી વટાવી ચૂકેલી અભિનેત્રી કરિશ્મા કપૂરને સંદીપ તોશનીવાલનો સાથ મળી રહ્યો હોય તેમ લાગે છે. ઘણી ઈવેન્ટ તેમજ પાર્ટીમાં બંને જાહેરમાં એકસાથે જ દેખાઈ રહ્યાં છે. કરીના કપૂરની એક પાર્ટીમાં પણ તાજેતરમાં બંને સાથે આવ્યા હતા. કરિશ્મા સંદીપ સાથે ફોટો ખેંચવા માટે ઇનકાર પણ કરતી નથી. સંદીપ એક અગિયાર વર્ષની અને એક ૩ વર્ષની પુત્રીનો પિતા છે અને તે પત્ની સાથે છૂટાછેડા લેવાના પ્રયાસમાં છે. ચર્ચા છે કે પત્ની સાથેના છૂટાછેડા બાદ સંદીપ જલદી જ કરિશ્મા સાથે લગ્ન કરી લેશે. જોકે સંદીપની પત્ની અર્શિતા તેને છૂટાછેડા આપવા માગતી નથી એવી ચર્ચા ચાલે છે. અર્શિતાની ફરિયાદ છે કે કરિશ્મા માટે તેનો પતિ તેને દગો આપી રહ્યો છે. અર્શિતાનું કહેવું છે કે તેનો પતિ જે ઈચ્છે કે તે કદી કરશે નહીં તેમજ થવા પણ દેશે નહીં. કરિશ્મા બિઝનેસમેન પતિ સંજય કપૂરથી છૂટી પડી છે અને કરિશ્મા એક દીકરી અને એક પુત્રની માતા છે.

