• ફાયર સેફ્ટી કીટના વેચાણમાં ભારે ઉછાળો

Thursday 29th June 2017 01:55 EDT
 

ગ્રેનફેલ ટાવર હોનારત પછી પરિવારો અને મકાનમાલિકો દ્વારા તેમની સંપત્તિ સલામત રાખવાના પ્રયાસોમાં સ્મોક એલાર્મ્સ, ફાયર એક્સ્ટીંગ્વીશર્સ અને ફાયર એસ્કેપ લેડર્સના વેચાણમાં ભારે ઉછાળો નોંધાયો હતો. ગયા વર્ષે યુકેમાં ડોમેસ્ટિક ફાયરની લગભગ ૩૯ હજાર ઘટના બની હતી. તેમાં ૨૨૯ લોકોના મૃત્યુ થયા હતા અને ૫,૭૬૧ લોકો દાઝી ગયા હતા.

• NHSના ખાનગીકરણ માટે ઈરાદાપૂર્વક કટોકટી સર્જવાનો આક્ષેપ 

NHSનું ખાનગીકરણ કરવા માટે જાણીજોઈને તેની હોસ્પિટલોમાં કટોકટી ઉભી કરવામાં આવી રહી હોવાનો ડોક્ટરોએ સરકાર પર આક્ષેપ કર્યો હતો. બર્નમથમાં યોજાયેલી બ્રિટિશ મેડિકલ એસોસિએશની વાર્ષિક બેઠકમાં પ્રતિનિધિઓએ NHSની હાલની પરિસ્થિતિ નબળી કાર્યદક્ષતાને કારણે નહીં પણ કાવતરાને લીધે ઉભી થઈ હોવાની દરખાસ્તની તરફેણમાં ભારે મતદાન કર્યું હતું.

• યુકેમાં તમે ક્યાં રહો છો તે લિપસ્ટીકનો કલર જણાવશે 

તમને લિપસ્ટીકમાં બેક ઓફ વિજેતા કેન્ડીસ બ્રાઉનની જેમ રીચ રેડ કલર ગમે છે કે ટેલિવિઝન પ્રેઝન્ટર ડોના એરની માફક પેલર ન્યૂડ કલર ગમે છે ? જહોન લુઈસના અભ્યાસ મુજબ તમે લિપસ્ટીકનો જે કલર પસંદ કરો તેના પરથી તમે યુકેમાં કયા વિસ્તારમાં રહો છો તેનો અણસાર મળે છે. દેશભરમાં વેચાતી લિપસ્ટીકની સંખ્યાનું વિશ્લેષણ દર્શાવે છે કે લંડન અને પોર્ટ્સમથ જેવા સાઉથના શહેરોમાં રહેતી મહિલાઓને બોલ્ડ રગ્સ અને બ્રાઈટ પીંક કલર ગમતો હોય છે.

પીડાથી કણસતા પાર્ટનરનો હાથ પકડી રાખવાથી પીડા ઘટે

શારીરિક દુઃખાવાની સ્થિતિમાં પોતાની પાર્ટનરનો હાથ પકડી રાખે તો તેનો દુઃખાવો ઘટે તેમ અભ્યાસમાં જણાયું હતું.સહાનુભૂતિ ધરાવતા પાર્ટનર જ્યારે પીડા સહન કરી રહેલી મહિલાનો હાથ પકડે ત્યારે તેમના હૃદયના ધબકારા અને શ્વાચ્છોશ્વાસની પ્રક્રિયા એકસાથે થાય છે અને મહિલાનો દુઃખાવો દૂર થઈ જાય છે.


comments powered by Disqus