બાળકો સાથે કડક વ્યવહાર કરવા જતાં તેઓ બળવાખોર બની જાય છે

Sunday 02nd July 2017 06:50 EDT
 
 

લંડનઃ તમારા બાળકો સાથે ખૂબ કડક વલણ અપનાવતા હો તો એક નવા અભ્યાસના પરિણામો તમને એવું કરવા સામે ચેતવણી આપે છે.
સંશોધકોનું કહેવું છે કે સંતાનો સાથે કડક વલણ અપનાવવાથી શાળાકીય અભ્યાસમાં પાછળ રહે છે એટલું જ નહીં પરંતુ નાની ઉમરે જાતીય સુખ માણતા પણ થઈ જાય છે. બાળકો સારી રીતે ભણતા થાય તે હેતુસર વાલીઓ કડક વલણનો વિકલ્પ શોધે તે જરૂરી છે.
અભ્યાસ હાથ ધરી ચૂકેલા પિટર્સબર્ગ યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે કડક કેળવણીને કારણે માતા-પિતાનું કહેવું છે કે કડક કેળવણીને કારણ માતા-પિતાનું કહેવું સાંભળવાને બદલે બાળક પોતાના મિત્રો સાથે વધુ સમય પસાર કરતું થઈ જાય છે. કડક કેળવણી એટલે બાળકના વ્યવહારમાં ફેરફાર લાવવા ઠપકાથી માંડીને માર મારવા સુધીના ઉપાયોનો આશરો લેવો. દંડરૂપે શારીરિક મારપીટ કરીને ચેતવણીઓ આપવાનું વલણ.
અભ્યાસનું નેતૃત્વ કરનારા રોચેલ હેંટગ્સે કહ્યું હતું કે અભ્યાસમાં પહેલી જ વાર બાળકના શાળાકીય અભ્યાસ જાતીય વર્તણૂક વગેરે પર તેના ઉછેરના માળખાને સાંકળીને સમીક્ષા કરવામાં આવી હતી.
અભ્યાસ દરમિયાન ધ્યાને આવ્યું હતું કે બાળકનો કડક વલણો સાથે ઉછેર થતાં બાળક કાંઈ ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી શકતું નથી.
૧૩ વર્ષના ૧,૫૦૦ બાળકોને આવરી લઈને નવ વર્ષ સુધી તેમનો અભ્યાસ કરીને સંશોધકોએ પોતાના તારણ રજૂ કર્યા હતા.
બાળકોને તેમના માતા-પિતા મોટેથી બોલીને ઠપકા કેટલી વાર આપે છે કે પછી માર મારે છે કે કેમ તેવા પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા. તેમની જાતીય વર્તણૂંક, સહવિદ્યાર્થીઓ પ્રતિના તેમના વલણ વગેરે વિશેની પણ સમીક્ષા થઈ હતી.
સંશોધકોના ધ્યાને આવ્યું હતું કે વાલીના કડક વલણનો સામનો કરનારા બાળકો વાલીઓના સૂચનોને વફાદર રહેવાને બદલે મિત્રો સાથે રહેવાનું વધુ પસંદ કરતા હતા. તેઓ જોખમ લેતા થઈ જતા હતા. તેને કારણે કિશોરીઓના કિસ્સામાં આડોડાઈ અને ચોરી કરવાની વૃત્તિ વધતી જતી હોવાનું જણાયું હતું. નકારાત્મક માનસિક વલણો જન્મતાં શાળાકીય અભ્યાસમાં આવા બાળકો નબળા રહેતા હતા.


comments powered by Disqus