લવલીસિંહ દ્વારા નિર્દેશિત અને અમિત મિશ્રા દ્વારા કમ્પોઝ કરેલા વીડિયો ‘ઝિંદગી તુઝસે ક્યા કરે શિકવે’થી સ્ક્રીન પર પાછી ફરેલી ‘વોન્ટેડ’ ફિલ્મની અભિનેત્રી આયેશા ટાકિયાએ બોટોક્સના ઇન્જેકશન લીધાં અને લિપની સર્જરી કરાવી હોવાના અહેવાલોને નકારી કાઢ્યા છે. તેણે જણાવ્યું કે સોશિયલ મીડિયામાં ફરતા થયેલા ફોટોગ્રાફ્સ મારા દેખાવથી અલગ જ દેખાતા હતા અને ફોટા સાથે છેડછાડ કરાઈ હતી.
આયેશા ટાકીયાએ જણાવ્યું કે તેના આ ફોટા તેને પોતાને પણ વિચિત્ર અને હાસ્યાસ્પદ લાગ્યા હતા. મને સમજાતું નથી કે શા માટે લોકો તેને ગંભીરતાથી લેવા લાગ્યા હતા.

