સંસ્થા સમાચાર અને ગુરુપૂર્ણિમાના કાર્યક્રમો

Wednesday 28th June 2017 07:28 EDT
 

લેસ્ટર ફ્રેન્ડઝ ઓફ ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝ દ્વારા શનિવાર તા.૧-૭-૧૭ સાંજે ૬.૩૦થી રાત્રે ૯ દરમિયાન ‘એનિમલ્સ એન્ડ હિંદુઝમ’ વિષય પર અનુરાધા દૂનીના પ્રવચનનું બેલ્ગ્રેવ નેબરહૂડ સેન્ટર, રોથલી સ્ટ્રીટ, લેસ્ટર LE4 6LF ખાતે આયોજન કરાયું છે.

શ્રી ઠાકુર અનુકુલ ચંદ્રના સત્સંગનું શનિવાર તા. ૧-૭-૧૭ સાંજે ૬.૩૦થી રેડિંગ હિંદુ ટેમ્પલ, ૧૧૨, વ્હીટલી સ્ટ્રીટ, રેડિંગ RG2 0GD ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રાજશ્રી રોય 07868 098 775

આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી મીડલસેક્સUB8 2DZ ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૦૧-૦૭-૧૭ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા • રવિવાર તા.૨-૭-૧૭ બપોરે ૩ વાગે ભજન અને સાંજે આરતી, બાદમાં મહાપ્રસાદ. સંપર્ક. 07882 253 540

પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૨-૭-૧૭સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8459 5758

દેવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂ. અક્ષયકુમારજી દ્વારા ‘શ્રી વલ્લભાચાર્યજીની ફિલોસોફી’ વિષય પર પ્રવચનનું શનિવાર તા.૮-૭-૧૭ અને રવિવાર તા.૯-૭-૧૭ બપોરે ૩.૩૦થી સાંજે ૬.૩૦ દરમિયાન સેન્ટ બર્નાડેટ્સ કેથોલિક સ્કૂલ, ક્લીફ્ટન રોડ, હેરો HA3 9NS ખાતે આયોજન કરાયું છે. મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. કૌશિક નથવાણી 07753 618 625

ભારત વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સોમવાર તા.૧૦-૭-૧૭થી સોમવાર તા.૧૭-૭-૧૭ સુધી સાંજે ૪થી ૭ દરમિયાન પૂ. સંજીવ કૃષ્ણ ઠાકુરજીના મુખે શ્રીમદ ભાગવત કથાનું હિંદુ ટેમ્પલ એન્ડ કોમ્યુનિટી સેન્ટર, સેન્ટ બાર્નાબાસ રોડ, લેસ્ટર LE5 4BD ખાતે આયોજન કરાયું છે. કથાનું આસ્થા યુકે ચેનલ પર જીવંત પ્રસારણ થશે. સંપર્ક. 01162 667 050. 

રવિવાર તા.૯-૭-૨૦૧૭

ગુરુપૂર્ણિમાના કાર્યક્રમો

લંડન સેવાશ્રમ સંઘ દ્વારા ‘ગુરુની જરૂર’ વિષય પર સ્વામી નિર્લિપ્તાનંદજીના પ્રવચન સાથે ભજન-કિર્તન, હવન અને પ્રીતિ ભોજનનું સાંજે ૭ વાગે 99 A,ડેવનપોર્ટ રોડ, લંડન W12 8PB ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8932 9881

દત્ત સહજ યોગ મિશન, યુકે દ્વારા સવારે ૧૦થી સાંજે ૫ દરમિયાન સત્યનારાયણ કથા અને ગુરુ પૂજાનું આર્કબિશપ લેન્ફ્રેન્ક એકેડેમી, મિચમ રોડ, ક્રોયડન, સરે CR9 3AS ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07932 075 671

શિરડી સાંઈબાબા ટેમ્પલ એસોસિએશન ઓફ લંડન (વેમ્બલી), યુનિયન રોડ, વેમ્બલી HA0 04U દ્વારા સવારે ૧૦.૩૦થી વેમ્બલી અને લેસ્ટરમાં રથયાત્રા, ભજન, દહીં હાંડી અને નાટક સાથે ગુરુપુર્ણિમાની ઉજવણી થશે. સંપર્ક. 020 8902 2311


comments powered by Disqus