શાહી પરિવારમાં યોજાતા લગ્નો તેમજ બર્થ ડે પાર્ટીને લીધે મકાનોના ભાવમાં વધારો થતો હોવાનું અભ્યાસમાં જણાયું હતું. હાલ પ્રોપર્ટીના ભાવો ઘટી રહ્યા છે ત્યારે પ્રિન્સ હેરી ઝડપથી લગ્ન કરે તેવું પ્રોપર્ટી એક્સપર્ટ્સ ઈચ્છી રહ્યા છે. એપ્રિલ,૨૦૧૧માં પ્રિન્સ વિલિયમના કેટ મીડલ્ટન સાથે લગ્ન થયા ત્યારે પ્રોપર્ટીના ભાવમાં ૧૨ મહિના સુધી માસિક ધોરણે ૧.૫ ટકાનો વધારો થયો હતો.
• ઈયુમાં બ્રિટિશ ટુરિસ્ટ્સને ફ્રી હેલ્થ કવર મળશે
બ્રિટિશ ટુરિસ્ટ્સ જ્યારે ઈયુમાં રજાઓ ગાળવા ગયા હશે ત્યારે તેમની તબિયત બગડે તો તેની સારવાર માટે ફ્રી હેલ્થ કવરની સુવિધા અપાશે તેમ બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિડ ડેવિસે જણાવ્યું હતું. તેઓ ઈયુને હાલની યુરોપિયન હેલ્થ ઈન્સ્યુરન્સ કાર્ડ (EHIC)સ્કીમ ચાલુ રાખવા જણાવશે.
• સતત નાખુશ રહેતા હૃદયરોગના દર્દીને મૃત્યુનું વધુ જોખમ
સતત નાખુશ રહેતા હૃદયરોગના દર્દીના મૃત્યુનું જોખમ ચારગણુ વધી જતું હોવાનું અભ્યાસમાં જણાયું છે. ડિપ્રેશનથી પીડાતા આવા દર્દીઓને લાંબુ જીવન જીવવામાં મદદરૂપ થાય તેવી યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા ડોક્ટરોને ભલામણ કરાઈ હતી. યુનિવર્સિટી ઓફ ઓકલેન્ડના વિજ્ઞાનીઓએ છેલ્લા ૧૨ વર્ષમાં હૃદયરોગના એક હજાર દર્દીનો અભ્યાસ કર્યો હતો. તે દરમિયાન ૩૯૮ દર્દીનું મૃત્યુ થયું હતું.
• ઘર બહાર નીકળતા ડરતી હેટ ક્રાઈમથી પીડિત મહિલા
બેસિલ્ડનમાં રહેતી એક મહિલા હેટ ક્રાઈમનો ભોગ બની હતી. ગઈ ૭ જૂને મોડી રાત્રે તેની કાર નીચે પેટ્રોલ છાંટીને સળગાવી દેવાઈ હતી. આ ઘટના પછી તે તેના ઘરની બહાર નીકળતા પણ ડરે છે. એસેક્સ પોલીસ એન્ડ ફાયર સર્વિસ માટે ઈસ્લામિક એડવાઈઝર તરીકે ફરજ બજાવતી આ મહિલા તે સ્ટ્રીટમાં રહેતી એકમાત્ર મુસ્લિમ છે.
• નીસાના શોપકીપરો તેમનો સ્વતંત્ર બિઝનેસ કરી શકશે
Sainsbury's એ નીસા રિટેલર્સને હસ્તગત કરવાની તેની યોજનામાં સંભવિત બળવાને ડામવા માટે એક દરખાસ્ત રજૂ કરી હતી. તે મુજબ એન્ટ્રપ્રિનરલ શોપકીપરો આ સોદા પછી સ્વતંત્ર રીતે બિઝનેસ કરી શકશે. મેમ્બરોએ સંપૂર્ણ સ્વતંત્ર રહીને પોતાની બ્રાન્ડની ફૂડ પ્રોડક્ટ્સ અથવા વધુ સ્ટોરેજ કરી શકે તો Sainsbury'sની પ્રોડક્ટ્સ રાખવાનો વિકલ્પ પસંદ કરવો પડશે. નીસાના શેર્સ ધરાવતા અને કોઈ પણ સોદામાં નિર્ણાયક વોટ ધરાવતા સભ્યોએ અગાઉ નીસાને હસ્તગત કરવાના બે પ્રયાસ અટકાવ્યા હતા.
