કરીના કપૂર ખાને પુત્ર તૈમુરને જન્મ આપ્યા બાદ ઝડપથી પોતાનું વજન ઘટાડ્યું છે. કરીનાએ ડિસેમ્બરમાં પ્રસૂતિ બાદ તુરંત યોગના ક્લાસ શરૂ કરી દીધા હતા. તેણે કેટલીક કસરતો, વ્યાયામ પણ શરૂ કરવાનું શરૂ કર્યું હતું. એક અહેવાલમાં જણાવ્યા મુજબ કરીનાએ છ માસમાં લગભગ ૧૬ કિ.ગ્રા. વજન ઓછું કરી નાંખ્યું છે. કરીનાએ તૈમુરના જન્મના ત્રણ માસ બાદ પાછું કામ શરૂ કર્યું હતું. કરીના ઘણી વખત મુંબઈના બાંદ્રાના એક જીમની બહાર પોતાની મિત્ર અમૃત અરોરા અને મલાઈકા અરોરાની સાથે નજરે પડે છે. સાથે જ તે યોગના ક્લાસની બહાર પણ નજરે પડે છે. કરીના પોતાના ટ્રેનરની દેખરેખ હેઠળ સતત પોતાના ખોરાક અને વ્યાયામ ઉપર ધ્યાન આપી રહી છે.

