સામગ્રીઃ કેરીનો પલ્પ ૧ કપ • ફ્રેશ ક્રીમ ૧૦૦ ગ્રામ • કન્ડેન્સ મિલ્ક ૧૦૦ ગ્રામ • કાજુનો પાઉડર ૧ કપ • દળેલી ખાંડ ૧ કપ • કેરીના ટુકડા ૧ કપ
રીતઃ સૌથી પહેલા એક બાઉલમાં ફ્રેશ ક્રીમ લઈ તેમાં અડધો કપ ખાંડ ઉમેરી મિક્સ કરી બાઉલને ફ્રીઝમાં મુકો. બીજા બાઉલમાં કેરીનો પલ્પ અને અડધો કપ ખાંડ ઉમેરી બ્લેન્ડરથી મિક્સ કરી લો. હવે એક પ્લેટમાં પહેલા ક્રીમનું લેયર કરો. ઉપર કન્ડેન્સ મિલ્ક ધીમે ધીમે નાખો. પછી ઉપર કેરીના પલ્પનું લેયર કરીને તેના ઉપર કેરીના ટુકડા પાથરો. આ રીતે ફરીથી ત્રણેય લિક્વિડ પાથરી લેવા. હવે પ્લેટને એલ્યુમિનિયમ ફોઇલથી સીલ કરીને ફ્રીજરમાં ૧૦-૧૨ કલાક મુકો. ચીલ્ડ મેંગો ફ્લોટ તૈયાર થયા બાદ તેના પીસ કરીને પણ સર્વ કરી શકાય.

