લગ્નની ૪૪મી વર્ષગાંઠે મહાનાયકે શેર કરી લગ્નની યાદો

Wednesday 07th June 2017 07:16 EDT
 
 

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેનાં પત્ની જયા બચ્ચને પોતાના લગ્નની ૪૪મી વર્ષગાંઠ ત્રીજી જૂને ઊજવી હતી. અમિતાભ બચ્ચને આ દિવસે પોતાના જીવનની કેટલીક યાદગાર ક્ષણો ટ્વિટર પર શેર કરતાં લખ્યું હતું કે, ૩ જૂન ૧૯૭૩ના રોજ અમે વિવાહસૂત્રમાં બંધાયાં હતાં. ‘બંસી બિરજુ’ અને ‘એક નજર’માં સાથે આવ્યા પછી અમારી નિકટતા વધી હતી. એ પછી અમે  લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. ૭૪ વર્ષીય અમિતાભે લખ્યું હતું કે, ૩ જૂન ૧૯૭૩ના રોજ અમારાં લગ્ન હતાં. તે સમયે વરસાદના ટીપાં પડવાના શરૂ થયા અને અમારા એક પાડોશી ભાગતાં ભાગતાં અમારે ત્યાં આવ્યા. તેમણે કહ્યું કે, લગ્ન જલદીથી શરૂ કરો. વરસાદ શરૂ થવાનો છે. લગ્ન પહેલાં વરસાદ પડવો તે સારાં શુકન છે. બિગબીએ આ ખાસ અવસરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર બંનેનો ફોટો પણ શેર કર્યો હતો.


comments powered by Disqus