શ્રીદેવી બિઝી બિઝી ‘મોમ’

Wednesday 07th June 2017 07:17 EDT
 
 

શ્રીદેવીની આગામી ફિલ્મ ‘મોમ’નું ટ્રેલર રિલિઝ થયું છે. આ ફિલ્મ માટે શ્રીદેવીએ કહ્યું છે કે ફિલ્મ માટે તે એટલી વ્યસ્ત રહેતી હતી કે ત્રણ મહિના સુધી પતિ  બોની કપૂરને સમય આપી શકતી નહોતી. શ્રીદેવી ૫ વર્ષ બાદ સિલ્વર સ્ક્રિન પર પાછી આવી છે. ફિલ્મમાં શ્રીદેવી, નવાઝુદ્દીન સિદ્દીકી, અક્ષય ખન્ના અને અમૃતા પુરી મુખ્ય ભૂમિકામાં દેખાશે. આ એક સસ્પેન્સ થ્રીલર ફિલ્મ છે. ટ્રેલરમાં દર્શાવાયું છે કે શ્રીદેવી પોતાની મોટી દીકરીની ચિંતા કરે છે અને તેના જીવનને લગતા રહસ્યોને જાણવાના પ્રયાસ કરે છે. પાકિસ્તાની અભિનેત્રી સજલ અલીએ ફિલ્મમાં શ્રીદેવીની દીકરીની ભૂમિકા ભજવી છે. ટ્રેલરની શરૂઆતમાં શ્રીદેવી કહે છે કે, જો તમને ખોટા અને બહુ જ ખોટામાંથી એકને પસંદ કરવાનો હોય તો તમે શું પસંદ કરશો?


comments powered by Disqus