ન્યૂ યોર્કઃ ફલોરિયાના મયામીના અભિજીત સિંહ જાડેજા અને મયામી બીચના ૪૧ વર્ષના રોરાગેન રાચ જીન પર વાયર ફ્રોડ કરવા ષડયંત્ર ઘડવાનો ૧૨ કાઉન્ટનો આરોપ તાજેતરમાં મુકાયો હતો.
તેઓ ૧૫ કરતાં વધુ એકસેસ ડિવાઇસ ધરાવતા અને લોકોના આળખપત્રો ચોરી લેતા હતા, એમ સધર્ન ફલોરિડાના ફેડરલ વકીલ વિફરેડો ફેરેરે કહ્યું હતું. આરોપનામામાં સમાવાયેલા આરોપમાં જાન્યુઆરી ૨૦૧૪થી માર્ચ ૨૦૧૬ વચ્ચે જાડેજા અને રોરાગેને ટેલિફોન કોલ કરીને તેઓ અમેરિકાના IRS વિભાગના અધિકારી તરીકે પોતાની જાતને રજૂ કરીને વિવિધ કર દાતાઓને કહેતા હતા કે, તમારે IRSને પૈસા ભરવાના થાય છે અથવા તો એમ પણ કહેતાં કે તમારી લોન મંજૂર કરવામાં આવી છે કે પછી તમને ગ્રાન્ટ આપવામાં આવે છે.
કથિત દેવાની ભરપાઇ કરવા અને તેમને સંતોષ આપવા માટે આ જોડી તેમની જાળમાં ફસાયેલાઓને બેંક ખાતામાં પૈસા જમા કરાવવા અને ડેબિટ કાર્ડની વિગતો આપવા કહેતા જે જાડેજા, રોરાગેન અને તેમના સાથીદારોને મળતાં. આસિસ્ટન્ટ યુએસ એટર્ની ડાયા નાથન આ કેસ ચલાવે છે. એક ભારતીય અમેરિકન અને તેના સાથીદાર પર અમેરિકાના બનાવટી કર અધિકારી બનાવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેઓ ખોટી રીતે પોતાની જાતને અધિકારી તરીકે રજૂ કરી કરદાતાઓને છેતરીને પોતાના ખાતામાં પૈસા જમા કરાવતા હતા.
