અભિનેતા જોન અબ્રાહમે પોતાના ફિલ્મ પ્રોડક્શન હાઉસમાં એકસાથે છ ફિલ્મોના નિર્માણની ઘોષણા કરી છે. આ છ ફિલ્મોમાંથી ત્રણ હિંદી અને એક મરાઠી હશે. એક ગુજરાતી અને એક મલયાલમ હશે. ત્રણ હિંદી ફિલ્મોમાંથી બેમાં જોન એક્ટિંગ કરશે. જોનની પહેલી ફિલ્મ એકશન-થ્રિલર હશે. જોન પોતાની રીતે કમબેક કરવા ઇચ્છતો હોવાથી પોતાના બેનરની ફિલ્મ બનાવશે.

