અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સાત મુસ્લિમ દેશોના નાગરિકોના અમેરિકા પ્રવેશ પર લગાવેલા પ્રતિબંધનો પ્રિયંકા ચોપરાએ વિરોધ કર્યો છે. પ્રિયંકાએ ટ્વિટર પર લખ્યું હતું કે, આ ઘટનાથી તે ખૂબ જ દુઃખી છે. તેણે લખ્યું હતું કે, યુએસ દ્વારા પ્રતિબંધિત દેશો સાથે યુનિસેફનું ઘણું કામ ચાલે છે ત્યાં બાળકો સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. આવા સમયે પ્રતિબંધ સામે અવાજ ઉઠાવવાથી ચોક્કસ જ ફેરફાર થશે. પ્રિયંકાએ વધુમાં લખ્યું હતું કે, આપણા બાળકો સાથે ધર્મના આધારે ભેદભાવ ન થવા જોઇએ અને પ્રતિબંધના આ પોલિટિકલ સ્ટંટ્સને આપણે સહન પણ ન કરવા જોઇએ. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા યુનિસેફની ગુડવિલ એમ્બેસેડર છે અને વિશ્વભરમાં બાળકો માટે કામ કરી રહી છે.

