બોમ્બે હાઈ કોર્ટનો આદેશઃ ‘જોલી એલએલબી - ૨’ના ચાર દૃશ્યો પર કાતર

Wednesday 08th February 2017 05:57 EST
 
 

બોલિવૂડના ઓલ ઈન વન અભિનેતા અક્ષયકુમાર અને હુમા કુરેશી અભિનિત ફિલ્મ ‘જોલી એલએલબી  - ૨’ મુશ્કેલીમાં આવી ગઈ છે. ફિલ્મના ચારેક દૃશ્યો પર કાતર ફેરવવા માટેનો કેસ બોમ્બે હાઈ કોર્ટમાં સાતમીએ ચાલી ગયો અને ફિલ્મમાંથી આ સીન્સ હટાવવાનો કોર્ટે આદેશ કર્યો છે. આ ૪ સીન્સમાં પ્રથમ સીન કોર્ટમાં થતા હંગામાનો છે. આ સીનમાં હંગામાથી ડરીને જજ ટેબલ નીચે સંતાઈ જાય છે. તે હટાવવા કોર્ટે કહ્યું છે. બીજા સીનમાં કોર્ટમાં જૂતું ફેંકવામાં આવે છે. ત્રીજા સીનમાં કોર્ટમાં અશ્લીલ ઈશારા થયાનો આરોપ હતો અને ચોથા સીનમાં કોર્ટમાં ચાલતી દલીલને અવાસ્તવિક રીતે દર્શાવાઈ હોવાની વાત છે. મધ્ય પ્રદેશનાં વકીલ અજય કુમાર વાઘમારેએ કોર્ટમાં અરજી કરી હતી કે, સેન્સર બોર્ડ ફિલ્મને ક્લિનનું સર્ટિફિકેટ આપી ચૂક્યું છે, પરંતુ ફિલ્મનાં કેટલાક સીન્સ જુદી જુદી રીતે વાંધાજનક છે. હવે કોર્ટના આદેશ બાદ સેન્સર બોર્ડ આ ફિલ્મને ફરીથી ચકાસીને પછી સર્ટિફિકેટ આપશે. ઉલ્લેખનીય છે કે, વકીલ દ્વારા અરજી કરાયા પછી કોર્ટે ત્રણ સભ્યોની કમિટી બનાવી હતી. આ કમિટીએ ફિલ્મ જોયા બાદ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરાયો હતો. જેના આધારે ફિલ્મના ચાર સીન્સને હટાવવાની ભલામણ કરાઈ હતી.


comments powered by Disqus