ભારતીયોને યુએસમાં ઘુસાડવાના કેસમાં બે દોષી

Wednesday 08th February 2017 07:50 EST
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં વિદેશી નાગરિકોને ગેરકાયદેસર ઘુસાડવાના કેસમાં ૪૨ વર્ષીય નિલેશકુમાર પટેલ અને ૬૮ વર્ષીય હર્ષદ મહેતાને નેવાર્કની ફેડરલ કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ વિલિયમ માર્ટિનીએ તાજેતરમાં દોષિત ગણાવ્યા હતા. આ ગુનામાં ૧૦ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. સજા ૧૬ મે, ૨૦૧૭ના રોજ જાહેર થશે. કોર્ટના દસ્તાવેજો અનુસાર પટેલ અને મહેતાએ કબૂલ્યું હતું કે જૂન-૨૦૧૩થી ઓક્ટોબર-૨૦૧૫ દરમિયાન તેમણે ભારતીય નાગરિકોને યુએસમાં ઘુસાડવા અને ગેરકાયદેસર રહેવાની વ્યવસ્થા કરી દઈને કમાણી કરવાનું ષડયંત્ર રચ્યું હતું. બન્નેએ કબૂલ્યું હતું કે ૨૪ જુલાઈ, ૨૦૧૪ના રોજ તેઓ બે ભારતીય નાગરિકોને બેંકોક લઈ ગયા હતા જેથી તેમને ત્યાંથી અમેરિકા લાવી શકાય. થાઈલેન્ડથી નેવાર્ક સુધી બે  ભારતીયોને પહોંચાડવા માટે એક અન્ડરકવર ઓફિસરને તેમણે નાણાં પણ ચૂકવ્યા હતા.


comments powered by Disqus