દીકરા તૈમુર અલી ખાનના જન્મના ૪૬ દિવસ બાદ કરીના કપૂર ખાન તાજતરમાં રેમ્પ પર ઉતરી હતી. લેકમે ફેશન વીક ૨૦૧૭ના ગ્રાન્ડ ફિનાલેમાં કરીના ડિઝાઈનર અનિતા ડોંગરેના વસ્ત્રોમાં શો સ્ટોપર બની હતી. આ ઈવેન્ટમાં કરીનાએ સફેદ રંગનો લોન્ગ ગાઉન પહેર્યો હતો અને તેની પર ગોલ્ડન જેકેટ પહેર્યું હતું. સિમ્પલ મેકઅપ સાથે કરીના ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ શોમાં મલાઈકા અરોરા ખાને પણ રેમ્પ વોક કર્યું હતું. તેણે દિવ્યા રેડ્ડીના સહાબઝાદી કલેક્શનને લોન્ચ પણ કર્યું હતું. મલાઈકા લાલ બ્લાઉઝ, પીળા લહેંગા અને મેચિંગ દુપટ્ટામાં રેમ્પ પર ઉતરી હતી. પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન પણ લેકમે ફેશન વીકમાં રેમ્પ પર ઉતરી હતી. તે ડિઝાઈનર વંગપલ્લી શશિના લવંડર ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

