‘ઉતરન’ સિરિયલમાં તપસ્યાનો રોલ ભજવીને ટીવી ઇન્ડસ્ટ્રીમાં વિખ્યાત થઈ જનારી રશ્મિ દેસાઈએ એક્ટર નંદિશ સંધુ સાથે લગ્ન કર્યાં. બંને વચ્ચે અણબનાવ થતાં તેમનાં છૂટાછેડા થયા. એ પછી સમાચાર છે કે રશ્મિ પોતાનાથી ૧૦ વરસ નાના લક્ષ લાલવાણી સાથે પ્રેમસંબંધમાં છે. રશ્મિએ લક્ષ સાથે લગ્ન કરવાની વાત માતાને કરી હતી. માતા દીકરીના આ સંબંધથી નારાજ છે, પરંતુ રશ્મિ લક્ષ સંબંધ તોડવા તૈયાર નથી. અંતે માતાએ રશ્મિને પરિવાર અને પ્રેમીમાંથી એક જ સાથે નાતો રાખવાનું કહ્યું હતું. જેમાં રશ્મિએ બોયફ્રેન્ડ પર પસંદગી ઢોળી હતી. રશ્મિ તાજેતરમાં પોતાના સામાન સાથે નવા ઘરમાં રહેવા જતી રહી છે. માતાનું ઘર છોડયા પછી રશ્મિએ મિત્રોનો સંપર્ક કરતાં એક ઇવેન્ટ મેનેજર તેની મદદે આવ્યો અને રશ્મિ માટે તેણે લોખંડવાલામાં એક અપાર્ટમેન્ટ ભાડે શોધી આપ્યો હતો.

