આ વર્ષના ઓસ્કાર એવોર્ડ સમારંભમાં શ્રેષ્ઠ ફિલ્મની જાહેરાતમાં છબરડા દ્વારા એવોર્ડને વિશ્વભરમાં હાંસીપાત્ર બનાવનારા એકાઉ્ન્ટન્સી ફર્મ PWCના બે એકાઉન્ટન્ટ બ્રાયન કુલીનન અને માર્થા રૂઈઝ હવે આ શો માટે ફરી ક્યારેય કામ કરી શકશે નહીં. ૮૩ વર્ષથી ચાલતી પરંપરામાં આ ફર્મ દ્વારા ઓસ્કાર વોટ્સની ગણતરી કરવામાં આવે છે. બન્નેએ વોટની ગણતરી કરીને વોરન બીટ્ટીને વિજેતા માટેનું ખોટું કવર આપ્યું હતું. તેને લીધે ‘મૂનલાઈટ’ને બદલે ભૂલથી ‘લા લા લેન્ડ’ને શ્રેષ્ઠ ફિલ્મ જાહેર કરાઈ હતી.

