ભારતીય પરંપરા મહિલાના સીમંત પ્રસંગે કે બાળકનો જન્મ થાય ત્યારે સગાસંબંધીઓ દ્વારા ચાંદીની કડલીઓ, ઝાંઝર, ઘૂઘરા તથા ચાંદીના વાસણો ભેટમાં આપવાનો રિવાજ છે. ચાંદીના ઔષધીય ગુણોને ધ્યાનમાં રાખીને જ આ રિવાજ શરૂ કરવામાં આવ્યો હશે. બાળકને ચાંદીના વાસણમાં ભોજન કરાવવાથી શું હેલ્થ બેનિફીટ્સ મળે છે તે અંગે જાણીએ.
ચાંદી એન્ટીબેક્ટેરીયલ
ચાંદી ૧૦૦ ટકા બેક્ટેરિઆ ફ્રી હોય છે. તેથી બાળકોને ચાંદીની વાટકી-ચમચીથી ભોજન કરાવવાની કે ચાંદીના ગ્લાસમાં દૂધ પીવડાવવાની સલાહ આપવામાં આવે છે. વળી ચાંદીના વાસણોને સાફ કરવા પણ ખૂબ આસાન હોય છે.
ઈમ્યુનિટી બુસ્ટર
કોઈ પણ ધાતુમાં ગરમ ભોજન ભરવાથી તે ધાતુ પીગળી આપણા ભોજન સાથે ભળી જાય છે. ચાંદીના એન્ટી-બેક્ટેરિઅલ ગુણો ભોજન કે દૂધ સાથે ભળીને આપણા શરીરમાં જાય છે. એ રીતે શરીરની ઈમ્યુનિટી બુસ્ટ થાય છે. તેથી ઘણા ચ્યવનપ્રાશમાં પણ સોના-ચાંદી હોવાનો દાવો કરવામાં આવે છે.
ચાંદી નોન-ટોક્ષિક
મેડિકલ સાયન્સે સાબિત કર્યું છે કે બેક્ટેરિઆ અને અન્ય જીવાણુઓ એન્ટી-બાયોટિક દવાઓ સામે ટકી શકવાની ક્ષમતા વિકસાવી લે છે. જોકે ચાંદી સામે ટકી શકવાની ક્ષમતા વિકસાવી શકતા નથી. તેથી ચાંદીના વાસણો હંમેશા બેક્ટરિઆ ફ્રી રહે છે.
પાણી અને અન્ય પ્રવાહીની ફ્રેશનેસ
પહેલાના સમયમાં પાણીને શુદ્ધ રાખવા માટે તેને ચાંદીના વાસણોમાં ભરવામાં આવતું. આજે પણ ઘણા વોટર પ્યુરીફાયરમાં પાણીને શુદ્ધ કરવા માટે ચાંદીનો વપરાશ કરવામાં આવે છે. ચાંદીના ગ્લાસમાં દૂધ અને અન્ય પ્રવાહી ભરી રાખવાથી તે લાંબો સમય સુધી ફ્રેશ રહે છે.
ચાંદીના વાસણો મોંઘા અવશ્ય હોય છે. પણ લાંબે ગાળે તે ફાયદાકારક રહે છે. વળી વપરાશ બાદ તેને સોનીને ત્યાં જઈ બદલાવી પણ શકાય છે.
બાળકો માટે ચાંદીના વાસણો છો? આટલું ધ્યાનમાં રાખોઃ • બાળકો માટે વધારે કોતરણીવાળા વાસણો ન લો. કોતરણીવાળા વાસણો સાફ કરવામાં મુશ્કેલી પડે છે. • ચમચી, ગ્લાસ જેવા વાસણો ધારદાર ન લો. બાળકોને વાગે નહી તેવા વળાંકવાળા વાસણોનો આગ્રહ રાખવો.

