બોલિવૂડના જાણીતા નિર્માતા દિગ્દર્શક મહેશ ભટ્ટને ફોન કરી તેમની પાસેથી રૂ. ૫૦ લાખની ખંડણી માગનાર ઉત્તર પ્રદેશના સંદીપ સાહુને લખનઉથી પકડી લેવાયો છે.
સંદીપ સાહુએ પહેલાં મહેશ ભટ્ટને રવિવારે ફોન કરી રૂ. ૫૦ લાખની ખંડણી માગી હતી. બાદમાં વોટ્સએપ મેસેજથી ધમકી આપી હતી કે ખંડણીની રકમ ન આપી તો તમારી દીકરી આલિયા ભટ્ટ અને પત્ની સોની રાઝદાનને મારી નાંખીશ. ઉલ્લેખનીય છે કે સંદીપ ટીવી સિરિયલમાં કામની શોધમાં મુંબઈ આવ્યો ત્યારે તેને કામ મળ્યું નહોતું.

