સંક્ષિપ્ત સમાચારઃ બ્રિટન

Wednesday 08th November 2017 08:44 EST
 

બ્રિટનમાં ત્રણમાંથી એક કાર ડ્રાઈવરને દર વર્ષે દંડઃ RAC ફાઉન્ડેશનના અભ્યાસમાં જણાયું હતું કે દર ૨.૫ સેકન્ડે એક કાર ડ્રાઈવરને પેનલ્ટી નોટિસ સાથે દર વર્ષે લગભગ ૧૨ મિલિયનને એટલે કે દર ત્રણમાંથી એક ડ્રાઈવરને આ નોટિસ મળે છે. દંડની રકમની ૮૦૦ મિલિયન પાઉન્ડની આવક થાય છે. ઓટોમેશન ટેક્નોલોજીને લીધે આ બાબત કાઉન્સિલ અને પોલીસ માટે દૂઝણી ગાય બની ગઈ છે. લંડનની કાઉન્સિલોને પાર્કિંગ અને ટ્રાફિક દંડથી ૩૭૧ મિલિયન પાઉન્ડ અને ઈંગ્લેન્ડ અને વેલ્સની બાકીની લોકલ ઓથોરિટીને લગભગ ૨૧૧ મિલિયન પાઉન્ડની આવક થઈ હોવાનો અંદાજ છે.
વેતનવધારાના ખર્ચને પહોંચી વળવા NHS બચત કરેઃ હેમન્ડ ચાન્સેલર ફિલિપ હેમન્ડે હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટને જણાવ્યું હતું કે NHS વધુ કાર્યદક્ષ નહીં થાય તો ડોક્ટરો અને નર્સોના વેતનવધારાની ચૂકવણી માટે તેઓ વધારાની રકમ આપશે નહીં. હેમન્ડે જણાવ્યું હતું કે કાર્યદક્ષતા સુધરે તેને માટે ચર્ચા કરીને તેનો રસ્તો શોધાય તે પછી જ વધારાનું ભંડોળ આપવાની શક્યતા વિશે તેઓ ચર્ચા કરશે.

મોડીફાઈડ ડીઝલ ફીલ્ટર્સના ઉપયોગ માટે કાર ચાલકોને દંડ થશેઃ ડીઝલ એક્ઝોસ્ટ ફીલ્ટર્સ વિનાની મોડીફાઈડ કાર ગેરકાયદે ચલાવતા યુકેના હજારો ચાલકોને દંડ થશે. ડીઝલના ઉપયોગથી મોટા પ્રમાણમાં કચરો જામી જાય છે અને ફીલ્ટર તૂટી જવાની શક્યતા રહે છે. તૂટેલું ફીલ્ટર બદલવામાં થતો ૧,૦૦૦ પાઉન્ડનો ખર્ચ ટાળવા માટે ડ્રાઈવર ફીલ્ટર જ કાઢી નાખે છે. મોડીફાઈડ વાહન ચલાવવું ગૂનો હોવાથી કાર માટે ૧,૦૦૦ પાઉન્ડ અને વાન માટે ૨,૫૦૦ પાઉન્ડનો દંડ થઈ શકે છે.     


    comments powered by Disqus