હેલ્થ ટિપ્સઃ કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખતું સીતાફળ

Saturday 11th November 2017 06:41 EST
 
 

સીતાફળ જેટલું દેખાવમાં સુંદર અને સ્વાદમાં મીઠુંમધુરુ હોય છે તેટલું જ શારીરિક સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. સીતાફળમાંથી મીઠાઈ બનાવી શકો છો અને પૌષ્ટિક નાસ્તા તરીકે પણ આ ફળ ખાઈ શકો છો.
• સીતાફળમાં લોહતત્ત્વ, ફોસ્પરસ, કેલ્શિયમ અને રાઇબોફ્લેવિન જેવા ખનિજ તત્ત્વો રહેલા છે તથા સીતાફળમાંથી પ્રોટીન, ફાયબર, વિટામિન, ઊર્જા વગેરે જેવા તત્ત્વો મળે છે.
• સીતાફળમાં વિટામિન-સી અને એ ભરપૂર પ્રમાણમાં રહેલું છે, જેનાથી સ્વાસ્થ્ય, ત્વચા, દૃષ્ટિ, વાળને સ્વસ્થ બનાવે છે.
• સીતાફળમાં મેગ્નેશિયમ રહેલું છે, જે હૃદયને લગતી બીમારીમાં રક્ષા કરે છે, અને માંસ પેશીઓને આરામ આપે છે.
• સીતાફળ ખાવાથી વિટામિન-બી ૬ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં મળે છે.
• ફાયબરની માત્રા વધારે હોવાથી આ ફળ ખાવાથી પાચન શક્તિમાં વધારો થાય છે, અને કબજિયાત દૂર કરે છે.
• ગર્ભવતી સ્ત્રીએ રોજનું એક સીતાફળ ખાવું જોઈએ. તેનાથી બાળકનું મગજ, સ્નાયુનો વિકાસ સારી રીતે થઈ શકે છે, સાથે ગર્ભપાત થવાની સંભાવના ઓછી રહે છે.
• બાળકના જન્મ બાદ માતાએ સીતાફળનું સેવન કરવું તેનાથી સ્તનમાં દૂધની માત્રામાં વધારો થાય છે.
• સીતાફળમાં રહેલા નિયાસિન અને ફાયબર કોલેસ્ટ્રોલ અંકુશમાં રાખે છે.
• સીતાફળ વિટામિન-બી કોમ્પલેક્સથી ભરપૂર હોય છે, જેની મદદથી મગજના ન્યૂરોન કેમિકલ્સ નિયંત્રિત રહે છે. તે મગજને ઠંડક પહોંચાડે છે. સાથે ચિંતામુક્ત બનાવે છે.


    comments powered by Disqus