જાકાર્તાઃ આમ તો સફેદ કબૂતર શાંતિ અને પ્રેમનું પ્રતીક હોય છે પરંતુ ઇન્ડોનેશિયાના પુલબલિંગા પ્રાંતમાં કબૂતર તલાકનું કારણ બની રહ્યા છે. અહીં સેન્ટ્રલ જાવા પ્રાંતની રિલિજિયન કોર્ટમાં જુલાઇમાં તલાકના ૯૦થી વધુ મામલા આવ્યા છે જ્યારે તે પહેલાં જૂનમાં ૭૭ મામલા આવ્યા હતા. કોર્ટનાં મહિલા ક્લાર્ક નૂર અફલાહે જણાવ્યું કે, આમાં મોટા ભાગની અરજીઓ મહિલાઓ દ્વારા કરવામાં આવી છે. તેઓ કહે છે કે તેઓ આર્થિક કારણોથી તલાક લેવા માગે છે. કારણ કે તેમના પતિઓને કબૂતર રેસિંગની લત લાગી છે. તેઓ નોકરીએ જવાને બદલે કબૂતર ઉડાવતા રહે છે. જાકાર્તા પોસ્ટ મુજબ સમગ્ર ઇન્ડોનેશિયમાં કબૂતર રેસ બહુ લોકપ્રિય છે. અહીં લોકો પરસ્પર પૈસાની બાજી લાગે છે. પૈસા હોય તો ઘરના સામાન પણ જુગારમાં દાવ પર લગાવી દે છે. ક્યારેક તો લોકો પોતાનું ઘર પર દાવમાં લગાવી દે છે. સૌથી ઝડપી પક્ષી હજારો રૂપિયામાં વેચાય છે.
અફલા બતાવે છે કે, પુલબલિંગામાં મોટા ભાગના પુરુષો બેરોજગાર અને મહિલા વર્કર્સ વધુ છે. અહીં પુરુષોને 'પાઈલટ' કહેવામાં આવે છે. પાઈલટ પ્લેન ઉડાડતા નથી પરંતુ કબૂતર ઉડાડે છે. મહિલાઓ વાતથી ચિંતિત છે કે તેમના પતિ આખો દિવસ કબૂતર રેસમાં પસાર કરે છે.
નોકરીએ જતા નથી અને પરિવારને પણ સમય આપતા નથી. બાકીના સમયમાં કબૂતરની દેખરેખ કરે છે. આવી પરિસ્થિતિમાં બાળકો માટે બે ટંકના રોટલા મેળવવાનું પણ મુશ્કેલ થઇ જાય છે. તલાક માગનારી એક મહિલાએ કહ્યું કે તેનો પતિ ક્યારેક કબૂતર રેસમાં જીતેલી રકમ આપે છે પરંતુ મોટા ભાગના પૈસા તે રેસ અને સિગારેટ પર ખર્ચ કરી નાંખે છે.
ગુજરાન મુશ્કેલ થઇ જાય છે. પદામારા ગામની ટારવાંટો કહે છે કે, આ સિઝન કબૂતર રેસ માટે બહેતર હોય છે. ડાંગર કપાઇ ગઈ છે અને ખેતર ખાલી રહે છે. રેસ માટે લોકો સવારે ૧૦ વાગે ભેગા થઇ જાય છે અને સાંજ સુધી રેસિંગ કરે છે. લોકોને ભારે તડકાની પણ ચિંતા હોતી નથી.
બેસ્ટ કબૂતરને ૨૦ હજારનું ઇનામ
ઇન્ડોનેશિયામાં ઘણાં સ્થળોએ કબૂતર રેસિંગની ટુર્નામેન્ટ યોજાય છે. રેસ જીતનારા કબૂતરોના માલિકને ફ્રિઝી, ગેસનો ચૂલો, ટીવી અને રોકડ રકમ ઇનામમાં આપવામાં આવે છે. બેસ્ટ કબૂતરને આશરે રૂ. ૨૦ હજાર મળે છે. કબૂતરોના ખાવા પાછળ પણ ભારે ખર્ચ થાય છે.

