યુરોપિયન વનસ્પતિવિદોએ તમામ જીવિત ફૂલોના લક્ષણો અને વિશેષતાઓના આંકડાઓની મદદથી એ શોધ્યું છે કે દુનિયાનું પહેલું ફૂલ કેવું દેખાતું હતું.
વિઞ્જાનીઓના મતે વોટર લીલી જેવું દેખાતું તે ફૂલ પહેલી વખત ૧૪થી ૨૫ કરોડ વર્ષ પહેલાં જ ખીલ્યું હતું. વિઞ્જાનીઓના મતે ધરતી પર આજે કરોડો જાતિના ફૂલો ખીલે છે. જોકે ક્રમિક વિકાસનો એ ક્રમ શરૂ કઈ રીતે થયો એ જાણવું એક કોયડો છે. કંઈક અંશે કમળ જેવું દેખાતા એ ફૂલમાંથી આજની દુનિયાના તમામ ફૂલ ઉત્ક્રાંતિ પામ્યા છે. આજે દુનિયામાં જોવા મળતા છોડોમાં દર ૧૦માંથી ૯ છોડ કોઈને કોઈ ફૂલના છે.
દુનિયાનું પહેલું ફૂલ કેવું હશે, તે જાણવા માટે ફ્રાન્સની યુનિવર્સિટી ઓફ પેરિસ સાઉથની ૩૬ ટીમો હાર્વ સાકેટની નેતાગીરીમાં ૬ વર્ષો સુધી તમામ જીવિત ફૂલોના લક્ષણો અને વિશેષતાઓનો અભ્યાસ કર્યો હતો. વિઞ્જાનીઓનું કહેવું છે કે આ ફૂલ હાલમાં જોવા મળતા ૩થી ૩.૫૦ લાખ પ્રજાતિનાં ફૂલોનો પૂર્વજ છે. હજુ પણ પહેલા ફૂલ અંગે ઘણા પ્રશ્નો ઊઠતા રહે છે.
દુનિયાનો પહેલા ફૂલવાળો છોડ
ઓગસ્ટ ૨૦૧૫માં અમેરિકાના વિજ્ઞાનીઓએ એવો છોડ શોધ્યાનો દાવો કર્યો જેને દુનિયાનો પહેલા ફૂલવાળો છોડ કહી શકાય. વનસ્પતિ વિજ્ઞાનીઓએ શોધેલો એ છોડ ‘મન્ટેશિયા બિદાલી’ પ્રજાતિનો હતો. વિઞ્જાનીઓના મતે આ પ્રજાતિના છોડ ૧૨.૫૦ કરોડ વર્ષથી વધુ સમય પહેલા સ્પેનના તાજા પાણીના ઝરણામાં ઊગતા હતા. વિજ્ઞાનીઓએ શોધના ભાગરૂપે મોન્ટેશિયા બિલાદીના ૧,૦૦૦થી વધુ જીવાશ્મિઓનો અભ્યાસ કર્યો હતો.

