સામગ્રીઃ શીંગોડાનો લોટ ૧ કપ • પતરવેલના પાન ૭-૮ નંગ • દહીં અડધો કપ • આમલીની ચટણી ૨ ટીસ્પુન • મરી પાવડર ૧ ટીસ્પુન • કોથમીર - મરચાં (ઝીણાં સમારેલા) અડધો કપ • શેકેલ જીરું પાઉડર ૧ ટીસ્પુન • ખાંડ (દળેલી) ૧ ટી સ્પુન • વઘાર માટે તેલ ૧ ટી સ્પુન • આખું જીરું અડધી ટીસ્પુન • ખાવાનો સોડા અડધી ટીસ્પુન • મીઠું સ્વાદ પ્રમાણે • દાડમના દાણા સજાવટ માટે
રીતઃ સૌથી પહેલા શીંગોડાનો લોટ, દહીં, મીઠું અને મરી પાવડર મિક્સ કરી લો. હવે મિશ્રણમાં આમલીની ચટણી, કોથમીર, લીલાં મરચાં, શેકેલું જીરૂ પાવડર, ખાંડ, સોડા ઉમેરી બરાબર મીક્સ કરો. હવે પાન ઉપર આ મિશ્રણ બરાબર લગાવી પાનને રોલ કરી લો. રોલને સ્ટીમરમાં અડધો કલાક સ્ટીમ થવા દો. ત્યારબાદ રોલને કટ કરી ૧૦ મિનિટ ઠંડા થવા દો હવે વઘાર માટે તેલ મુકી તેમાં જીરૂ નાખી પાત્રા ઉપર વઘાર નાખી હલાવી લો. ફરાળી પાત્રાને પ્લેટમાં લઇ દાડમના દાણા અને કોથમીરથી ગાર્નીશ કરો.

