નિર્માતા - અભિનેતા મલાઈકા અરોરા ખાન અને અરબાઝ ખાન છૂટા થયા ત્યારથી મલાયકા અને અર્જુન કપૂરના ગાઢ સંબંધો બોલિવૂડમાં ચર્ચામાં છે અને મલાઈકા - અરબાઝ અર્જુનના કારણે જ છૂટા થયા છે. એવું પણ સંભળાય છે. બીજી તરફ અર્જુન કપૂરના પિતા બોની કપૂરે પણ પુત્રને મલયકાથી દૂર રહેવાની સલાહ આપી છે. એવી પણ વાતો હતી. આ બધા વચ્ચે તાજેતરમાં એક ઇવેન્ટમાં મલાયકાને અર્જુન કપૂર સાથેના સંબંધ વિશે પૂછાતાં તે આ અંગે સવાલ કરનાર પત્રકાર પર ભડકી ઊઠી હતી. તેણે કહ્યું હતું કે, અત્યારે હું, બિપાશા બસુ અને સુઝાન ખાન એક પ્રોડક્ટ લોન્ચ માટે આવ્યા છે. તો તમે આ ઇવેન્ટને લગતા પ્રશ્રો પૂછો. વીતી ગયેલી વાતનો અહીં ઉલ્લેખ કરવાની શું જરૂર છે? મલાયકાએ કહ્યું કે, અહીં બધા જ આ ઇવેન્ટનો આનંદ માણી રહ્યા છે ત્યારે અંગત પ્રશ્ન પૂછવો જરૂરી છે? તમે માત્ર ઇવેન્ટ વિશે વાત કરો. ગોસીપ કરવાની શું જરૂર છે?
થોડા દિવસો પહેલાં મલાયકા અને અર્જુન સાથે દેખાતાં બોનીએ પુત્રને ઠપકો આપ્યો કે, તારી કારકિર્દી માટે એ સારું છે કે સલમાન ખાનના પરિવાર સાથે વિવાદ ઊભો ન થાય. તાજેતરમાં ટીવીના એક રિયાલિટી શોના સેટ પર પણ મલાઈકા અને અર્જુન હાજર હતા. ત્યારે પણ બન્નેની વેનિટી બાજુબાજુમાં જ પાર્ક થયેલી હતી. જોકે બન્ને એકબીજાની સામે ન આવે તેનું ધ્યાન બન્નેના મેનેજરે બરાબર રાખ્યું હતું. સેટ પર પણ બન્નેએ સીધી વાતચીત કરી નહોતી. જાહેરમાં બન્નેએ એકબીજા સાથે અંતર જાળવવાના પૂરતા પ્રયાસ કર્યા હતા.

