પ્રોજેક્ટ ‘લાઈફ’ની સેવાયાત્રા... ઊડતી નજરે

Wednesday 10th May 2017 10:44 EDT
 
પ્રોજેક્ટ ‘લાઈફ’ ઈન્ડિયાના ચેરમેન ડો. હર્ષદભાઈ મહેતા
 

સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ કે જે હવે પ્રોજેક્ટ ‘લાઈફ’ તરીકે ઓળખાય છે તેની સ્થાપના ૧૯૭૮માં થઈ. આજથી ૩૮ વર્ષ પૂર્વે બનેલી એક ઘટનાના કારણે રાજકોટના બે યુવાન ભાઈઓ શશીકાંત કોટિચા અને ચંદ્રકાંત કોટિચાએ માત્ર ૧૦૧ રૂપિયા જેવા નજીવા ફંડથી સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. આજે તેમની ઉમદા ભાવનાને કારણે આ સેવા સંસ્થા નાનકડા બીજમાંથી એક મોટું વટવૃક્ષ બની ગઈ છે. આજે પ્રોજેક્ટ ‘લાઈફ’ની સેવાપ્રવૃત્તિઓ રાજકોટ, સૌરાષ્ટ્ર કે ગુજરાત નહીં, પરંતુ દરિયાપારનાં દેશો સુધી પહોંચી છે. સમાજમાં વસતા ગરીબ અને જરૂરતમંદ લોકો માટે કંઈક કરી છૂટવાની ભાવના અને દાતાઓના સહકારથી પ્રોજેક્ટ ‘લાઈફ’ સંસ્થા ગ્લોબલ સંસ્થા બની છે.

પ્રોજેક્ટ ‘લાઈફ’ માનવતાવાદી સેવામાં

પ્રોજેક્ટ ‘લાઈફ’ જરૂરિયાતમંદ લોકો અને છેવાડામાં વસતા માનવ સમુદાય સુધી પહોંચી અને તેમનું જીવનધોરણ સુધારવાની દીર્ઘ દૃષ્ટિ પ્રોજેક્ટ ‘લાઈફ’ના સંસ્થાપકો અને વહીવટકર્તાઓ ધરાવે છે. તેઓ ખાસ કરીને મહિલા અને બાળવિકાસ ક્ષેત્રે માનવતાવાદી પ્રવૃત્તિઓ કરે છે. પ્રોજેક્ટ ‘લાઈફ’ના મેનેજિંગ ટ્રસ્ટી શશીકાંત કોટિચા અને એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી ચંદ્રકાંત કોટિચા તો દાયકાઓથી માનવસેવાના યજ્ઞની જ્યોત પ્રજ્વલિત કરી રહ્યા છે, પરંતુ હવે આ સેવાકાર્યોમાં યુવાવર્ગ પણ સહભાગી થાય તેવા હેતુથી સંસ્થાનાં જોઈન્ટ એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી અને લાઈફ ગ્લોબલ-યુકેનાં ટ્રસ્ટી કિરીટ વસા તથા મીતલ કોટિચા-શાહ અને વધુ સક્રિય બન્યા છે. પ્રોજેક્ટ ‘લાઈફ’ના ચેરમેન ડો. હર્ષદભાઈ મહેતાનાં માર્ગદર્શન હેઠળ વધુને વધુ સેવાકાર્યો કરી રહ્યા છે.

પ્રોજેક્ટ ‘લાઈફ’ઃ વૈશ્વિક જોડાણ

યુકેમાં વસતા ‘ફ્રેન્ડ્ઝ ઓફ લાઈફ’ દ્વારા તાજેતરમાં ઈંગ્લેન્ડમાં અને વેલ્સમાં લાઈફ ગ્લોબલ-યુકેનું ચેરિટી સંસ્થા તરીકે રજિસ્ટ્રેશન થયું છે અને તેનો રજિસ્ટ્રેશન નંબર ૧૧૭૦૮૫૦ છે. આ સંસ્થાનો મૂળભૂત હેતુ લોકોનાં જીવનમાં બદલાવ લાવવાનો છે. લોકોનાં જીવનમાં આશાનો સંચાર કરવો, લોકોનાં જીવનધોરણમાં સુધારો કરવો, ગરીબ લોકોને સુવિધાઓ પૂરી પાડવી, ગરીબી રેખા હેઠળ જીવતી મહિલા અને વિધવાઓને સ્વનિર્ભર કરવાનો તેમજ બાળકોને તેનો શિક્ષણનો અધિકાર મળે તે માટે પ્રયાસો કરવાનો છે. ૨૪ મે ૨૦૧૭ના રોજ નવનાત સેન્ટર-યુકેમાં યોજાયેલા સમારોહમાં પ્રોજેક્ટ ‘લાઈફ’ ઈન્ડિયાના ચેરમેન ડો. હર્ષદભાઈ મહેતા અને ગ્લોબલ યુકેના ચીફ પેટ્રન તથા ‘ગુજરાત સમાચાર’ - ‘એશિયન વોઈસ’ના પ્રકાશક-તંત્રી સી. બી. પટેલના વરદ હસ્તે લાઈફ ગ્લોબલ-યુકેનું ઉદ્ઘાટન થશે.

પ્રોજેક્ટ ‘લાઈફ’ઃ સ્થાપકો અને આગેવાનો

લાઈફ ગ્લોબલ-યુકેના સ્થાપક ટ્રસ્ટીઓ બીના સંઘવી, ભોગીલાલ સંઘવી, રમેશ શાહ, કિરીટ વસા અને મીતલ કોટિચા-શાહના સહકારથી લાઈફ ગ્લોબલ-યુકેની પ્રવૃત્તિઓને નવી દિશા અને વેગ આપવા માટે સી. બી. પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ હંમેશા તત્પર રહેશે. પ્રોજેક્ટ ‘લાઈફ’ ગ્લોબલ-યુકેના સ્થાપક સભ્ય મયૂર સંઘવી તથા પ્રોજેક્ટ ‘લાઈફ’ ઈન્ડિયાના ચીફ ડેવલપમેન્ટ ઓફિસર ઋષિકેશ પંડ્યા લાઈફ ગ્લોબલ-યુકેની સફળતા માટે જહેમત ઊઠાવી રહ્યા છે.

પ્રોજેક્ટ ‘લાઈફ’ના આગેવાન

પ્રોજેક્ટ ‘લાઈફ’ ઈન્ડિયાના ચેરમેન તરીકે ઉદ્યોગપતિ (સ્થાપક 7Cs ગ્રૂપ દુબઈ-યુએઈ) ડો. હર્ષદભાઈ મહેતા કાર્યરત છે. હર્ષદભાઈ મહેતાએ યુવાવયથી જ ‘માનવસેવા એ જ પ્રભુસેવા’ના મંત્રને આત્મસાત્ કરેલો છે. તેમના પિતા રમણિકભાઈ મહેતા હીરાનો વ્યવસાય કરતા હતા અને આપસૂઝ તથા સાહસિકતાના ગુણ ધરાવતા હતા. આ ગુણ હર્ષદભાઈને વારસામાં મળ્યા છે. તેઓ ૭ કંપનીમાં ભાગીદાર અને ૧૦ કંપનીમાં ડાયરેક્ટર છે. હર્ષદભાઈ અને તેમનો પરિવાર હંમેશા જરૂરિયાતમંદ તથા ગરીબ લોકોના ઉત્થાન માટે તત્પર રહ્યો છે. તેઓ સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ જેવા ક્ષેત્રે હંમેશા આર્થિક સહયોગ આપતા રહે છે.

પ્રોજેક્ટ ‘લાઈફ’ઃ ચીફ પેટ્રન (લાઈફ ગ્લોબલ-યુકે)

એશિયન બિઝનેસ પબ્લિકેશનના પબ્લિશર તેમજ લાઈફ ગ્લોબલ-યુકેનાં ચીફ પેટ્રન સી. બી. પટેલ પ્રોજેક્ટ ‘લાઈફ’ના શુભેચ્છક છે. તેઓ રાજકોટમાં પ્રોજેક્ટ ‘લાઈફ’ની મુલાકાતે પણ આવી ચૂક્યા છે અને પ્રોજેક્ટ ‘લાઈફ’ની માનવ કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓનો અભ્યાસ કર્યો છે. તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલા મહિલા સશક્તિકરણના એક કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગરીબ અને વિધવા મહિલાઓને પગભર કરવા માટે થતી પ્રવૃત્તિઓને નિહાળી અને બિરદાવી હતી. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના ગોદાવરી ગામે શ્રીમતી ડોલરબહેન ચીમનલાલ દોશી પ્રાથમિક શાળાની અર્પણવિધિમાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને અંતરિયાળ ગામોના બાળકોને પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે હાથ ધરાયેલા પ્રયાસોને બિરદાવ્યા હતા.

પ્રોજેક્ટ ‘લાઈફ’ઃ સ્કોર કાર્ડ

• ૨૦૦૧થી આજ સુધીમાં ૭૧ પ્રાથમિક શાળાઓ બાંધીને લોકાર્પણ • ૫૭૩,૯૨૮થી વધારે રક્ત તથા રક્ત ઘટકોનું વિતરણ 
• ૬૩૭,૨૭૩થી વધારે લોકોનું થેલેસેમિયા પરીક્ષણ • ૬થી ૮ ફૂટ સુધી ઉછેરેલાં ૨૫૧,૧૯૫થી વધુ વૃક્ષોનું વિતરણ • વિવિધ યોગ કાર્યક્રમો દ્વારા ૫૭૦,૭૦૫થી વધુ વ્યક્તિઓ લાભાન્વિત • ૬૫૦૦થી વધુ નિરાધાર વિધવા મહિલાઓને તાલીમ આપી સ્વનિર્ભર કર્યાં.

લાઈફ ગ્લોબલ-યુકેની વધુ માહિતી માટે સંપર્ક

બીના સંઘવી (ફોનઃ (O) 7801 150338) અથવા

ભોગીલાલ સંઘવી (ફોનઃ (O) 7484 332422)
૩૬, નોર્થવુડ વે, નોર્થવુડ HA6 1AT, લંડન (યુકે)
ગ્લોબલ હેડ ક્વાર્ટર
પ્રોજેક્ટ ‘લાઈફ’ - રાજકોટ
ઈ-મેઈલઃ [email protected] • વેબસાઈટઃ www.999life.org


comments powered by Disqus