‘થ્રી ઇડિયટ્સ’ની મેક્સિકન રિમેક બની

Wednesday 10th May 2017 07:53 EDT
 
 

આમિર ખાન અભિનિત ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’ તેના ચાહકોની માનીતી ફિલ્મોમાંની એક હોય છે. હવે આ ફિલ્મ મેક્સિકન ભાષામાં બની છે. મેક્સિકોમાં આ ફિલ્મનું નામ ‘૩ ઇડિયોટાસ’ હશે. આ ફિલ્મનો પ્રોમો મેક્સિકોના એક થિયેટરમાં ફિલ્મની સ્ટારકાસ્ટની હાજરીમાં પાંચમીએ રિલીઝ કરાયો હતો. હિન્દી ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’ની જેમ આ ફિલ્મના ટ્રેલરને પણ ખૂબ જ રસપ્રદ બનાવાયું છે. ‘થ્રી ઇડિયટ્સ’માં રેન્ચો (આમિર ખાન), ફરહાન (આર. માધવન) અને રાજુ (શરમન જોષી)ના કિરદાર મુખ્ય હતા. આ કિરદારોને મેક્સિકોની ‘૩ ઇડિયોટાસ’માં અલ્ફોન્સો ડોસલ, ક્રિશ્ચન વર્ઝક્વેઝ અને જ્મન વાલ્ડેઝે ન્યાય આપ્યો છે. કરીના કપૂરની ભૂમિકા માર્થા ડિગારિડાએ ભજવી છે. આ મેક્સિકન ફિલ્મનું કાર્લોસ બોલાડોએ નિર્માણ કર્યું છે.


comments powered by Disqus