અભિનેતા ઓમ પુરીએ છઠ્ઠીએ અંતિમ વિદાય લીધી. નંદિતા અને ઓમ છુટા પડ્યા પછી પુત્ર ઈશાન નંદિતા સાથે રહેતો હતો. જે રાત્રે ઓમનું મૃત્યુ થયું તે રાત્રે નંદિતા અને ઈશાન એક પાર્ટીમાં આવવાના હતા તેથી ઓમ ઈશાનને મળવા પાર્ટીમાં ગયા. ઓમ મોડે સુધી નંદિતા અને ઈશાનની રાહ જોતાં દારૂ પીવા લાગ્યા. ઓમે નશામાં મિત્ર પાસે વેદના ઠાલવી કે, હું ઈશાનને મળી શકતો નથી. ઈશાન નંદિતાની રાહ જોયા પછી હતાશ ઓમ ઘરે ગયા અને બીજા દિવસે સવારે મૃત હાલતમાં મળ્યા. પહેલાં સમાચાર હતા કે મૃત્યુ હાર્ટએટેકથી થયું છે, પણ પછી માથાના ભાગમાં ઈજાના નિશાન મળ્યા. જેથી સાતમીએ ઓમના ડ્રાઈવર રામપ્રમોદ અને નિર્માતા ખાલિદ કિડવાનીની પૂછપરછ કરી હતી. પોલીસે નંદિતાને પણ માત્ર પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવી હતી, પણ તે આવી નહોતી.

