લંડનઃ જાણીતા ગુજરાતી ભજનિક પ્રાગજીભાઈ ઝીણાભાઈ લાડવાનું તા. ૯-૧-૨૦૧૭ના રોજ દુઃખદ અવસાન થયું છે. સોરઠિયા પ્રજાપતિ સમાજના પ્રાગજીભાઈએ શ્રી વિષ્ણુ ભગવાન ભજન મંડળની રચના કરી હતી. સદગતના માનમાં રવિવાર તા.૧૫-૧-૨૦૧૭ બપોરે ૨થી સાંજે ૫ દરમિયાન પ્રાર્થનાસભાનું હિંદુ મંદિર, હીયરફર્ડ રોડ, લુટન, LU4 0PS ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. કપિલ નરેશ સાવણિયા 07514 688 954

