મકરસંક્રાંતિઃ સૂર્યઉપાસના સાથે મુક્તિ પ્રદાન કરતું મહાપર્વ

Friday 13th January 2017 05:40 EST
 
 

ભારતમાં અનેક ધર્મો, અનેક તહેવારો અને અનેક ભાષાઓ છે. આપણા સહુના જીવનમાં તહેવારોનું મહત્ત્વ ખૂબ રહ્યું છે અને તહેવારોમાં પણ ખાસ કરીને સંક્રાંતિ તહેવાર ખૂબ પુણ્યદાયક છે તેવું શાસ્ત્રોનું વિધાન છે. સમગ્ર ભારતવર્ષમાં મકરસંક્રાતિ પર્વ અનેકવિધ રીતે ઊજવાય છે.
ઉત્તરાયણ-મકરસંક્રાંતિ
સૂર્ય ધન રાશિમાંથી વિદાય લઇ મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિ બને છે. દિવસથી સૂર્ય ઉત્તર તરફ અયન (ગતિ) કરે છે. એટલે ઉત્તરાયન પણ કહેવાય છે. મકરસંક્રાંતિથી  ૬ માસ સુધી કર્ક સંક્રાંતિ સુધી સ્વર્ગનાં દ્વાર ખુલ્લાં રહે છે. બ્રહ્મસૂત્રમાં બતાવ્યા મુજબ માસ દરમિયાન જે મૃત્યુ પામે છે તે વૈકુંઠમાં સ્થાન મેળવે છે. મુક્તિ મેળવે છે. માસનો સમય દેવતાઓ માટેનો દિવસકાળ ગણાય છે. ત્યાર પછીના માસને દક્ષિણાયન કહેવાય છે. જે દેવતાઓનો રાત્રિકાળ કહેવાય છે. દક્ષિણાયનમાં મૃત્યુ પામનાર વ્યક્તિ ચંદ્રનો પ્રકાશ મેળવી ફરીથી સંસારમાં જન્મ લે છે. આનો અર્થ થયો કે ઉત્તરાયણ મુક્તિ પદ આપનારું પર્વ છે અને દક્ષિણાયન પુનર્જન્મકારક છે. માટે મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહ બાણશય્યા ઉપર પડ્યા ત્યારે દક્ષિણાયન ચાલતું હતું. તેમને ઇચ્છામૃત્યુનું વરદાન હતું તેથી પવિત્ર અને મુક્તિદાયક-મોક્ષદાયક ઉત્તરાયન-મકરસંક્રાંતિ કાળ સુધી બાણશય્યા ઉપર વેદના ભોગવતા ભોગવતા રાહ જોઇ અને ઉત્તરાયનના પવિત્ર દિવસે દેહ છોડીને મોક્ષ પ્રાપ્ત કરી લીધો. ત્યારથી ઉત્તરાયન-મકરસંક્રાંતિ ઉત્સવની વિશેષતા ખૂબ વધી.
દાનપુણ્ય મહાત્મ્ય
શાસ્ત્રમાંઅમુક ચોક્કસ કાળ-સમય દાનપુણ્ય માટે નક્કી કરવામાં આવ્યો છે. મુજબ સંક્રાંતિ પુણ્યકાળ કહેવાય છે અને બલિરાજા પણ પવિત્ર મકરસંક્રાંતિમાં પૃથ્વી ઉપર આવીને લોકોને દાન આપી પુણ્ય કમાતાં હોય પરંપરા મુજબ માનવજાત પણ દાનપુણ્ય કરી અનેક જન્મોનાં પાપમાંથી મુક્ત થવાની પરંપરા દિવસે આપણા ઋષિમુનિઓએ ગોઠવી આપી.
આ દિવસે શાકભાજી-ચોખા-દાળ-તલ-ગોળ-શેરડી-ઋતુફળ-વસ્ત્ર અને કંબલ, જરૂરિયાતમંદોને કે પવિત્ર બ્રાહ્મણોને કે બહેન-ભાણેજને દાનમાં આપવાથી ખૂબ પુણ્ય પ્રાપ્ત થાય છે.
મકરસંક્રાંતિપર્વએ સૂર્ય ઉપાસના
પર્વમાં સૂર્ય ઉપાસના ખૂબ મંગલકારી અને શુભદાયક છે. આપણે સહુ જાણીએ છીએ કે તમામ દેવતાગણમાં એકમાત્ર સૂર્યદેવ એવા દેવ છે કે તેને આપણે જોઇ શકીએ છીએ. તેને આપણે અનુભવી શકીએ છે. અન્ય દેવતાઓની ભગવાનની માત્ર આપણે કલ્પના કરીએ છીએ. માટે પવિત્ર દિવસે પ્રત્યક્ષદેવ સૂર્યની ઉપાસના કરવાથી માનવ અતિ પવિત્ર બને છે.
પવિત્ર દિવસે સવારમાં સૂર્યોદય થાય તે પહેલાં, શક્ય હોય તો નદી, સરોવરમાં સ્નાન કરવાનું મહત્ત્વ છે.
શક્ય હોય તો ઘરમાં નાહવાના જળમાં તલ મિશ્રિત કરીને જળથી સ્નાન કરીને પવિત્ર થઇને પૂજાસ્થાનમાં પૂર્વાભિમુખ બેસીને બાજઠ-પાટલા ઉપર અષ્ટદલ કમળની રંગોળી કરી તેના ઉપર સૂર્યદેવની મૂર્તિ સ્થાપીને ષોડશોપચાર પૂજન વિધિ કરવી તે ઉપરાંત મંત્રના જાપ કરવા.
જપાકુસુમસંકારામ્ કાશપેયં મહાધૃતિમ|
તમોરીં સર્વ પાપઘ્ન પ્રણતોસ્મિ દિવાકરમ્||
ઉપરાંત 'હ્રીં આદિત્યાય નમ:'ના પણ મંત્રજાપ થઇ શકે. પંચોપચાર કે ષોડશોપચાર વિધાન પૂરું કર્યા પછી તાંબાના લોટામાં જળ ભરીને તેમાં ચંદન, પુષ્પ, ચોખા, તલ, અષ્ટગંધ વગેરે દ્રવ્યો મિશ્રિત કરીને સૂર્યદેવને અર્ધ્ય આપવાથી સૂર્યદેવ ખૂબ પ્રસન્ન થાય છે. રીતે પવિત્ર દિવસે સૂર્ય ઉપાસના કરવાથી માનવ શારીરિક, માનસિક રોગોથી મુક્ત થઇ તેજસ્વિતા પ્રદાન કરી ગ્રહપીડામાંથી મુક્તિ મેળવે છે.
પતંગોત્સવ અને સંક્રાંતિનું હાર્દ પર્વમાં નાના મોટા સહુ કોઇ રંગબેરંગી, અવનવા આકારના પતંગો ઉડાડે છે.
માનવે પ્રભુની પાસે પહોંચવા રંગબેરંગી પતંગોની માફક શુદ્ધ પવિત્ર તન-મન કરીને પતંગની માફક ઊંચાઇ પ્રાપ્ત કરીને જીવનની દોર પ્રભુને સોંપી દઇએ. દોર ક્યારે પણ છૂટે. આપણો પતંગરૂપી દેહ કપાઇને ફરીથી પૃથ્વી ઉપર આવે અને ચડતા પતંગ મુજબ આપણું જીવન હંમેશાં ઊર્ધ્વગતિ કરતું રહે તે પતંગોત્સવનું હાર્દ છે. તો સહુ સાંસ્કૃતિક પર્વને દાન-ધર્મ, ઉપાસના કરીને મનાવીએ અને માનવજીવન ધન્ય બનાવીએ.


comments powered by Disqus