સંસ્થા સમાચાર તા. ૧૪-૧-૨૦૧૭ માટે

Wednesday 11th January 2017 06:18 EST
 

• કાશ્મીરી પંડિત કલ્ચરલ સોસાયટી, યુકે દ્વારા બોબ બ્લેકમેન MPના યજમાનપદે જમ્મુ - કાશ્મીર અને બાંગ્લાદેશ સહિત વિશ્વમાં હિંદુઓ પર દમન સહિતના વિવિધ મુદ્દે ચર્ચા માટે સેમિનારનું બુધવાર તા. ૧૮-૧-૨૦૧૭ સાંજે ૭થી ૯ દરમિયાન કમિટી રૂમ, હાઉસ ઓફ કોમન્સ, હાઉસ ઓફ પાર્લામેન્ટ, વેસ્ટમિન્સ્ટર ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. લક્ષ્મી કૌલ 07896851813
• ચિન્મય મિશન, યુકે દ્વારા ૧૦૮ ગાયત્રી મંત્ર ધૂનનું રવિવાર તા.૧૫-૧-૨૦૧૭ સાંજે ૪ થી ૫.૩૦ દરમિયાન ચિન્મય કિર્તી, એગર્ટન ગાર્ડન્સ, હેન્ડન, NW4 4BA ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07738 176 932
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN ખાતે રવિવાર તા.૧૫-૧-૧૭ના કાર્યક્રમો • સવારે ૯.૩૦થી ભજન-ભોજન • બપોરે ૨થી૪ દરમિયાન પતંગ બનાવવાનો વર્કશોપ • બપોરે ૨ વાગે મહિલાઓ માટે ચા સાથે ચર્ચા. સંપર્ક. 01772 253 901
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૧૫-૧-૧૭ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી અને સુનિતાબેન મંગલાણી (યુએસએ) છે. સંપર્ક. 020 8459 5758
• શ્રી સનાતન મંદિર, ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQખાતેના કાર્યક્રમો • ગુરવાર તા. ૧૨-૧-૨૦૧૭ સાંજે ૭.૩૦ વાગે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ
• શનિવાર તા.૧૪-૧-૨૦૧૭ સવારે ૧૦.૩૦ વાગે સુંદરકાંડ પાઠ અને સાંજે ૭.૩૦ વાગે ૧૧ હનુમાન ચાલીસા સંપર્ક. 01162 661 402.
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી મીડલસેક્સUB8 2DZ ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૧૪-૧-૧૭ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા • રવિવાર તા.૧૫-૧-૧૭ બપોરે ૩ વાગે ભજન અને સાંજે ૫ વાગે મહાપ્રસાદ. સંપર્ક. 07882 253 540.
અવસાન નોંધ
• મૂળ મલાતજના વતની અને ઘણાં વર્ષો યુકે રહ્યા બાદ છેલ્લાં દસેક વર્ષથી વડોદરા ખાતે રહેતા મનુભાઇ મગનભાઇ પટેલના ધર્મપત્ની શ્રીમતી વાસંતીબેનનું તા. ૪-૧-૨૦૧૭ના રોજ વડોદરા ખાતે દુ:ખદ અવસાન થયું છે. સંપર્ક: યોગેશભાઇ ડી. પટેલ 07877 192 634
• મુળ મલાતજના વતની અને હાલ હેરો ખાતે રહેતા શ્રીમતી લીલાબેન નગીનદાસ પટેલનું તા. ૭-૧-૨૦૧૭ના રોજ દુ:ખદ અવસાન થયું છે. સદ્ગતની અંતિમ ક્રિયા રવિવાર તા. ૧૫ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ સવારે ૧૧ કલાકે ગોલ્ડર્સ ગ્રીન ક્રિમેટોરીયમ, હૂપ લેન, લંડન NW1 7NL ખાતે થશે. સંપર્ક: 020 8863 9027 e-mail: [email protected]


comments powered by Disqus