ફિલ્મ ‘બાહુબલી ૨’માં પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીની રોમેન્ટિક પેર દર્શકોના દિલ પર રાજ કરે છે. હવે આ જોડી રિઅલ લાઈફમાં પણ પ્રેમસંબંધે બંધાઈને લગ્નના તાંતણે બંધાય તો નવાઈ નહીં. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ જોડીના લગ્નની ચર્ચા ચાલી રહી છે. સંભળાય છે કે આ વર્ષના અંતમાં બંને સગાઈ કરશે. એ ફેશન મેગેઝિનના ફિલ્મ ક્રિટિકે તાજેતરમાં ટ્વિટ કરીને કહ્યું છે કે, ‘બાહુબલી’ના ચાહકો માટે સારા સમાચાર છે કે પ્રભાસ અને અનુષ્કા ડિસેમ્બરમાં સગાઈ કરવાના છે. જો કે આ અંગે પ્રભાસ કે અનુષ્કાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.

