લંડનઃ સફળ અને આનંદિત બાળકોનો ઉછેર કઈ રીતે કરવો તે વિશે સાંભળવા મળતી સલાહોથી તમારું માથું ચકરાવે ચડી જશે. આ વિષયે ખૂબ બધી સલાહો અપાતી રહે છે. વાલીઓ પણ પૂછતાં રહે છે કે બાળકો સાથે કેટલી હદે કડક થવું અને કેટલી હદે તેમને સ્વતંત્ર રાખવાં.
હવે મનોવિજ્ઞાનીઓ દ્વારા તૈયાર થયેલું એક વધુ પુસ્તક એમ કહે છે કે આપણા અભિગમો ખોટા છે કારણ કે આપણે તેમને કમ્પ્યૂટરની જેમ માહિતીઓ ઓકતાં બનવાની તાલીમ આપતાં રહી એછી છે.
શાળામાં સફળ કઈ રીતે થવું તે શીખવવાને બદલે બાળકોને સામાજિક કઈ રીતે બનવું. સંબંધો કઈ રીતે જાળવવા, સારા નાગરિક કઈ રીતે બની રહેવું તે બધું શીખવવાની જરૂર હોય છે.
બે અધ્યાપકોએ આ વિશે ‘બિકમિંગ બ્રિલિયન્ટઃ વોટ સાયન્સ ટેલ અસ અબાઉટ રેઇઝિંગ સકસેસફુલ ચિલ્ડ્રન’ નામનું એક પુસ્તક લખ્યું છે.
ફિલાડેલ્ફિયા યુનિવર્સિટીના આ બંને અધ્યાપકો કહે છે કે આપણે બાળકોને એવું બધું શીખવીએ છીએ કે જે કમ્પ્યુટર કરે છે. હા, કમ્પ્યુટર માહિતી ઓકે છે અ નેતે મોરચે કમ્પ્યુટર માનવી કરતા હંમેશાં આગળ જ રહેશે. શાળાની અંદર અને શાળાની બહાર આપણને કઈ બાબતે સફળતા અપાવશે. તે બાબતને વ્યાખ્યાયિત કરવાનો આપણી સામે પડકાર પડેલો છે.
તેઓ કહે છે કે જીવનમાં સફળ રહેનારાં સંતાનના ઉછેર માટે છ ‘સી’ પર ધ્યાન આપવાની જરૂર છે. તેમાં કોલાબરેશન (સહયોગ), કન્ટેન્ટ (માહિતી), ક્રિટિકલ થિકિંગ (જટિલ વિચારણા), ક્રિએટિવ ઇનોવેશન (સર્જનાત્મક નવી પહેલ), કોમ્યુનિકેશન (સંવાદ) અને કોન્ફિડન્સ (આત્મ-વિશ્વાસ)નો સમાવેશ થાય છે.
સહયોગની તાલીમ બાળકને એ શીખવશે કે શાળાની અંદર અને બહાર કયા લોકો સાથે સંબંધ જાળવવા મહત્ત્વના છે. સંવાદ એટલે વાચન, વકતવ્ય, લેખન અને સાંભળવાની કળા, માહિતી તે સંવાદનો જ ભાગ છે. એ તમને ભાષા સમજવામાં મદદ કરે છે. જટિલ વિચારણા તે તમારી સમક્ષ પડેલી માહિતી (કન્ટેન્ટ) પર આધારિત હોય છે, પરંતુ સર્જનશીલ પહેલ તે પછીની વાત છે.

