અભિનેતા પ્રકાશ રાજે તાજેતરમાં બેંગલુરુમાં ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધિવેશનમાં કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરતાંય ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ શ્રેષ્ઠ અભિનેતા છે અને પત્રકાર ગૌરી લંકેશની હત્યા અંગે મોદીનું મૌન અકળાવનારું હોવાથી હું નેશનલ એવોર્ડ પણ પાછો આપી દઈશ. પ્રકાશ રાજની કમેન્ટ પછી તેમની સામે ગેરજવાબદાર ભાષણનો કેસ દાખલ કરાયો છે.

