અભિનેતા કમલ હસનના ચેન્નઈમાં આવેલા ઘરે આઠમીએ રાત્રે અચાનક આગ લાગી હતી. જે અંગે સોશિયલ મીડિયા પર હાસને નવમીએ જણાવ્યું હતું કે, તેમનાં ઘરે લાગેલી આગમાંથી તેમના સ્ટાફે તેમને તથા પરિવારના સભ્યોને આબાદ ઉગારી લીધા હતા અને ઘટનામાં કુટુંબના કોઈ સભ્યને ઈજા પહોંચી નથી. હાસને જણાવ્યું હતું કે, ઘરમાં અચાનક આગ લાગતાં તેઓ ત્રીજા માળેથી પગથિયા ચડીને અગાશી તરફ ગયા હતા અને તેમનો બચાવ થયો હતો.

