નેશનલ એવોર્ડઃ અક્ષય બેસ્ટ એક્ટર, ‘નીરજા’ બેસ્ટ ફિલ્મ

Wednesday 12th April 2017 06:40 EDT
 
 

અભિનેતા અક્ષયકુમારને ફિલ્મ ‘રુસ્તમ’માં દેશપ્રેમી નેવી ઓફિસરની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય એવોર્ડ અપાયો છે. ડિપ્રેશનના વિષય આધારિત મરાઠી ફિલ્મ ‘કાસવ’ને શ્રેષ્ઠ ફિચર ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ આપવાની જાહેરાત થઈ છે અને નિર્દેશક રામ માધવાનીની ફિલ્મ ‘નીરજા’ને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. ‘નીરજા’માં સોનમ કપૂર અભિનેત્રી છે. ‘દંગલ’ની ઝાયરાને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ અપાયો છે. સુરભિ સી. એમ.ને મલયાલમ ફિલ્મ ‘મિન્નામિનુંગુ-ધ ફાયર્લી’માં તેના રોલ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે.
રાષ્ટ્રીય એવોર્ડમાં બોલિવૂડની ફિલ્મો ‘પિન્ક’, ‘નીરજા’ અને ‘દંગલ’ની વિવિધ કેટેગરીમાં પસંદગી થઈ છે.
અક્ષયકુમારની એવોર્ડ માટે પસંદગી થતાં અક્કીએ આ અંગે કહ્યું હતું કે, આ એવોર્ડ માટે આભાર શબ્દ ઘણો નાનો છે, પણ મને સમજાતું નથી કે હું શું કહું...? એક ફિલ્મી રોલ માટે પણ નેવીનો યુનિફોર્મ પહેરવો એ જ મોટું સન્માન હોય છે. અમિતાભ બચ્ચન અભિનિત ‘પિન્ક’ને સામાજિક મુદ્દા પરની શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. ફિલ્મના નિર્માતા શૂજિત સિરકારે તેમની ટીમ અને બચ્ચનને આ એવોર્ડ સમર્પિત કર્યો છે.
• શ્રેષ્ઠ ફિલ્મઃ કાસવ (મરાઠી) • શ્રેષ્ઠ નિર્દેશકઃ રાજેશ માપુસ્કર (વેન્ટિલેટર મરાઠી) • શ્રેષ્ઠ અભિનેતાઃ અક્ષય કુમાર (રુસ્તમ – હીન્દી) • શ્રેષ્ઠ અભિનેત્રીઃ સુરભી સીએમ (મિન્નામિનુંગું - મલાયલી) • શ્રેષ્ઠ સહાયક અભિનેતાઃ મનોજ જોશી (દશક્રિયા-મરાઠી) • શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીઃ ઝાયરા વસીમ (દંગલ-હિન્દી) • શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મઃ રોંગ સાઈડ રાજુ • શ્રેષ્ઠ હિન્દી ફિલ્મઃ નીરજા (સોનમ કપૂર) • બેસ્ટ સ્પેશિયલ ઈફ્કેટઃ નવીન પૌલ (શિવાય - હિન્દી)


comments powered by Disqus