મુંબઇઃ હાલમાં ભારત પ્રવાસે આવેલા વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર વિવિયન રિચાર્ડ્સે ભારતના ક્રિકેટ ગોડ સચિન તેંડુલકરની મુલાકાત લીધી હતી. ક્રિકેટની દુનિયાના બે મહાન બેટ્સમેનો વચ્ચેની મુલાકાત 'ક્રિકેટમય' નહિ પણ 'સંગીતમય' બની રહી હતી.
તેંડુલકરે તેનો અને રિચાર્ડસનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યો હતો કર્યો હતો અને લખ્યું હતુ કે, અમે એકબીજાના સંગીતના કૌશલ્યોની ચકાસણી કરી હતી. મારા ક્રિકેટ હિરો સાથેની મુલાકાત હંમેશા ખાસ રહેતી હોય છે.
રિચાર્ડ્સને ગોવાફિસ્ટ ૨૦૧૭માં આમંત્રણ આપવામાં આવ્યું છે, તેઓ તેમાં મહેમાન વ્યાખ્યાનકાર બનીને ભારત આવ્યા છે. ભારતના પ્રવાસ દરમિયાન તેઓ સચિન તેંડુલકરને મળવા માટે તેના ઘરે પહોંચ્યા હતા અને બંનેએ લાંબા સમય સુધી વાતચીત કરી હતી.

