સંસ્થા સમાચાર તા. ૧૫-૪-૨૦૧૭ માટે

Wednesday 12th April 2017 06:17 EDT
 

• શ્રી દેપાળા હનુમાન સત્સંગ મંડળ, લંડન દ્વારા શનિવાર તા.૧૫-૪-૧૭ સવારે ૧૦થી સાંજે ૬ દરમિયાન ‘હનુમાન ચાલીસા’ના અખંડ પાઠનું મોસ હોલ, જૂનીયર સ્કૂલ, નેધર સ્ટ્રીટ, લંડન N3 1NR ખાતે આયોજન કરાયું છે. મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. ભરતભાઈ 02083 613 703
• શ્રી સનાતન મંદિર ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ દ્વારા શનિવાર તા.૧૫-૪-૧૭ થી સોમવાર ૧૭-૪-૧૭ સુધી સવારે ૧૦.૩૦ વાગે ‘સુંદરકાંડ’નું આયોજન કરાયું છે. સંપર્ક. 01162 661 402
• શ્રી ઠાકુર અનુકુલ ચંદ્રના સત્સંગનું શનિવાર તા.૧૫-૪-૧૭ સાંજે ૬.૩૦થી VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩, ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ, એસેક્સ IG1 1EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રાજશ્રી રોય 07868 098 775
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા ‘શ્રી ૧૦૮ હનુમાન ચાલીસા’ના કાર્યક્રમનું રવિવાર તા.૧૬-૪-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો HA2 8AX ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન છે. સંપર્ક. 020 8459 5758
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN દ્વારા રવિવાર તા.૨૩-૪-૧૭ સવારે ૯.૩૦થી બપોરે ૩ દરમિયાન બાળકો અને બહેનોના ભજન સાથે ‘ભજન ભોજન’ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સંપર્ક. 01772 253 901
• શ્રી ભારતીય મંડળ, ટેમીસાઈડ દ્વારા રવિવાર તા.૨૩-૪-૧૭ સવારે ૧૦થી ૧૨.૩૦ દરમિયાન ‘ગાયત્રી હવન’નું ઈન્ડિયન કોમ્યુનિટી સેન્ટર, યુનિયન રોડ, એશ્ટન-યુ-લેઈન, OL6 8JN ખાતે આયોજન કરાયું છે. બાદમાં ગ્રેટર માન્ચેસ્ટરના મેયરપદ માટેના લેબર પાર્ટીના ઉમેદવાર એન્ડી બર્નહામ MP ભારતીય કોમ્યુનિટીને સંબોધન કરશે. મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 01613 302 085
• સેવન સ્ટાર્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા જાણીતા લોક સાહિત્યકારો શ્રી માયાભાઈ આહિર અને શ્રી કિર્તીદાન ગઢવીના ‘લોકડાયરા’ના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. • શનિવાર તા.૨૨-૪-૧૭ રાત્રે ૮ વાગે રામગઢિયા સેન્ટર, અલ્વરસ્ક્રોફ્ટ રોડ, લેસ્ટર LE4 6BY સંપર્ક. રાડિયાઝ સુપરસ્ટોર 01162 669 409 • શુક્રવાર તા.૨૮-૪-૧૭ રાત્રે ૮ વાગે હેરો લેઝર સેન્ટર, બાયરન હોલ, ક્રાઈસ્ટચર્ચ એવન્યુ, હેરો HA3 5BD સંપર્ક. બોલિવુડ પાનસેન્ટર 020 8204 7807
• બોલિવુડ ગીતોના સમીર અને દીપાલીના લાઈવ કોન્સર્ટનું • શુક્રવાર તા.૧૪-૪-૧૭ સાંજે ૭ વાગે ઈલ્ફર્ડ ટાઉન હોલ, ઈલ્ફર્ડ IG1 1DD સંપર્ક. સુહાસ 07977 939 457 • શનિવાર તા.૧૫-૪-૧૭ સાંજે ૭ વાગે પીપુલ એન્ટરપ્રાઈઝ, ઓર્ચાર્ડસન એવન્યુ, લેસ્ટર LE4 6DP સંપર્ક વસંત 07860 280 655 • રવિવાર તા.૧૬-૪-૧૭ અને સોમવાર તા.૧૭-૪-૧૭ સાંજે ૭ વાગે વિન્સ્ટન ચર્ચિલ હોલ, રાઈસ્લિપ, ગ્રેટર લંડન, HA4 7QL સંપર્ક. મંજૂ 07931 534 270 અને દીપા 07947 561 947
શુભ વિવાહ
• ધર્મજના વતની કામીનીબેન અને શ્રી દિલીપભાઇ રાવજીભાઇ પટેલના સુપુત્રી ચિ. બિનલના શુભ લગ્ન શ્રીમતી સુનિતાબેન અને શ્રી પ્રકાશ જયંતિલાલ દાવડાના સુપુત્ર ચિ. દર્શક સાથે રવિવાર તા. ૨૭મી મે ૨૦૧૭ના રોજ નિરધાર્યા છે.
• આણંદના મૂળ વતની અને લંડનમાં રહેતા શ્રીમતી હેમાબેન અને અનંતભાઇ રમણભાઇ પટેલના સુપુત્રી ચિ. વનેશાના શુભલગ્ન સોજીત્રાના મૂળ વતની શ્રીમતી તરૂણાબેન અને સ્વ. શ્રી બકુલેશભાઇ પટેલના સુપુત્ર ચિ. પ્રિતેશ સાથે તા. ૨ જૂન ૨૦૧૭ના રોજ નિરધાર્યા છે.
બન્ને નવદંપતીને ‘ગુજરાત સમાચાર’ પરિવાર તરફથી શુભકામનાઓ.


comments powered by Disqus